MEHSANA : પશુઆહાર મામલે દૂધસાગર ડેરીની સિદ્ધી, પશુઆહારની સૌથી ઓછી પડતર કિંમત ધરાવતી ડેરી બની

| Edited By: | Updated on: Aug 27, 2021 | 3:20 PM

Dudhsagar Dairy : પ્રતિ કિલોના હિસાબે દૂધ સાગર ડેરીનો ખર્ચ 14.93 રૂપિયા છે જ્યારે અન્ય ડેરીઓનો ખર્ચ 18 રૂપિયા થાય છે.

MEHSANA : મહેસાણાની દૂધસાગર ડેરીએ પશુઓને અપાતા ચારા માટે થતા ખર્ચ મામલે સિદ્ધિ મેળવી છે. રાજ્યની તમામ ડેરીઓમાં દૂધસાગર ડેરી પશુઆહારમાં સૌથી ઓછી પડતર કિંમત ધરાવતી ડેરી બની છે.મહેસાણા ડેરીની પડતર કિંમત 14 હજાર 937 રૂપિયા પ્રતિ ટન થઇ છે. રાજ્યની અન્ય મોટી ડેરીઓની પડતર કિંમતોની વાત કરવામાં આવે તો ખેડા ડેરીની પડતર કિંમત 18 હજાર 466 રૂપિયા પ્રતિ ટન છે, તો સાબરકાંઠા ડેરીની પડતર કિંમત 16 હજાર 582 રૂપિયા પ્રતિ ટન છે.. પ્રતિ કિલોના હિસાબે દૂધ સાગર ડેરીનો ખર્ચ 14.93 રૂપિયા છે જ્યારે અન્ય ડેરીઓનો ખર્ચ 18 રૂપિયા થાય છે… રિવર્સ ઓક્શનને કારણે દૂઘસાગર ડેરીની પડતર કિંમત નીચી આવી છે.

મહેસાણા દૂધ સાગર ડેરીમા સામાન્ય રીતે શિયાળામાં દૂધની આવકમાં વધારો જોવા મળતો હોય છે… ત્યારે આ વર્ષે ઉનાળાની સીઝનમાં પણ દૂધની આવકમાં વધારો નોંધાયો હતો. દૂધ સાગર ડેરીમા ગત ઉનાળા કરતા અઢી લાખ લીટર દૂધની આવક વધી છે. સામાન્ય રીતે ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધતા દૂધની આવકમાં ઘટડો જોવા મળતો હોય છે. ગત વર્ષે શિયાળામાં 22 થી 23 લાખ લીટર દૂધની આવકની સરખામણીએ આ વર્ષે ઉનાળામાં દૂધની આવક પ્રતિ દિન અઢી લાખ લીટર વધીને 22 લાખ લીટર પ્રતિદિન સુધી પહોંચી હતી.

મહેસાણાની દૂધસાગર ડેરી હવે હિમાચલ પ્રદેશમાં પ્લાન્ટ સ્થાપવા જઇ રહી છે.મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા દૂધસાગર ડેરીને હિમાચલ અને હરિયાણામાં પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશમાં ડેરી ઉદ્યોગનો વિકાસ નહિવત છે, જેથી મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા હિમાચલના પહાડી વિસ્તારોમાં પ્લાન્ટ સ્થાપવાનો નિર્ણય કરાયો છે.અહીં દૂધ એકત્રીકરણ સહિત દૂધની વિવિધ પ્રોડક્ટનું ઉત્પાદન કરાશે એટલે દિલ્લી બાદ હવે દૂધસાગર ડેરી હિમાચલ પ્રદેશમાં પણ દૂધનો કારોબાર કરશે.

આ પણ વાંચો : ગુજરાતમાં સિવિલ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અંગે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ CM રૂપાણીને પત્ર લખ્યો