Mehsana : જિલ્લામાં લમ્પી વાયરસનો ફેલાવો અટકાવવા દૂધસાગર ડેરી એક્શન મોડમાં, 1.5 લાખ રસીના ડોઝ ખરીદ્યા

મહેસાણા જિલ્લામાં લમ્પી વાઇરસનો(Lumpy Virus) પગપેસારો ના થાય તે માટે દૂધ સાગર ડેરીની પશુ ચિકિત્સકની ટીમ પણ કામે લાગી છે. જેમાં ગામે ગામ વિઝીટ દોર શરૂ કરી પશુધન લમ્પી વાયરસ ની ઝપેટમાં ના આવે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે.

Mehsana : જિલ્લામાં લમ્પી વાયરસનો ફેલાવો અટકાવવા દૂધસાગર ડેરી એક્શન મોડમાં, 1.5 લાખ રસીના ડોઝ ખરીદ્યા
Mehsana Lumpy Virus
Image Credit source: File Image
| Edited By: | Updated on: Aug 05, 2022 | 6:17 PM

ગુજરાતમાં(Gujarat)  20થી વધારે જિલ્લામાં પશુઓમાં ફેલાયેલા લમ્પી વાયરસનો(Lumpy Virus)  ફેલાવો વધી રહ્યો છે. તેવા સમયે મહેસાણા (Mehsana) જિલ્લામાં હાલમાં લમ્પી જેવા ચેપી વાઇરસ સામે લડવા દૂધ સાગર ડેરી(Dudhsagar Dairy) એક્શન મોડ મા આવી ગઈ છે. દૂધ સાગર ડેરીએ 1.5 લાખ રસીના ડોઝની કરી ખરીદી કરી છે. અને આ રસી લમ્પી વાઇરસ સામે પશુઓને રક્ષણ માટે એન્ટી ડોઝ રસીકરણ પણ શરૂ કર્યું છે. લંપી વાઇરસના કહેર વચ્ચે ગુજરાત ઝઝૂમી રહ્યું છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ સંકટ વધ્યું છે. ત્યારે મહેસાણા દૂધ સાગર ડેરીએ અગમચેતી ના ભાગ રૂપે 1.5 લાખ ડોઝ ખરીદી કરી પશુઓમાં રસીકરણ શરૂ કર્યું છે. હાલમાં 20 હજાર થી વધુ પશુઓ ને આ રસી લંપી વાઇરસ સામે લડવા અપાઈ છે. ત્યારે લંપી વાઇરસ નું સંકટ કચ્છ માં વધુ જણાતા રાજ્ય સરકાર દ્વારા દૂધ સાગર ડેરીની મદદ લઇ 45 પશુ ચિકિત્સકની એક ટિમ કચ્છ મોકલી આપી છે. મહેસાણા દૂધ સાગર ડેરીની અંડર માં આવતા મહેસાણા સહિત પાટણ તેમજ માણસા તાલુકામાં દૂધ સાગર ડેરીના ડોકટરો વિઝીટ કરી જરૂર જણાય તેવા પશુઓને  સારવાર પણ આપી રહ્યા છે.

દૂધ સાગર ડેરીની પશુ ચિકિત્સકની ટીમ પણ કામે લાગી

મહેસાણા જિલ્લા માં લમ્પી વાઇરસનો પગપેસારો ના થાય તે માટે દૂધ સાગર ડેરીની પશુ ચિકિત્સકની ટીમ પણ કામે લાગી છે. જેમાં ગામે ગામ વિઝીટ દોર શરૂ કરી પશુધન લમ્પી વાયરસ ની ઝપેટમાં ના આવે તે માટે પ્રયાસ હાથ ધર્યો છે. થોડા દિવસો પહેલા જ 19 જેટલા શંકાસ્પદ પશુઓ ડિટેકટ થયા હતા તેમને સમયસર સારવાર આપતા આ પશુઓ હાલ સ્વસ્થ થઈ રહ્યા છે. દૂધ સાગર ડેરીના પશુ ચિકિતશક દ્વારા પશુપાલકોને સૂચન પણ કર્યું છે કે જે પશુ ને લમ્પી વાઇરસ થયો હોય તેને અન્ય પશુઓના ટોળા થી અલગ કરી દો તેમજ લીમડાના પાન તેમજ ગુગળ નો ધુમાડો આવા ચેપ ગ્રસ્ત પશુઓ સાથે તમામને આપવા થી લમ્પી વાઇરસ થી બચાવી શકાય છે.

ઓમિક્રોન વેવ શરૂ થયાના અમુક મહિનાઓમાં જ ગુજરાતમાં વધુ એક મહામારી ફાટી નિકળી છે. આ વખતે, રાજ્યનું પશુધન લમ્પી સ્કિન ડિસીઝ (એલએસડી) વાયરસથી પ્રભાવિત થયું છે. પશુ ચિકિત્સા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ વાયરસ આફ્રિકામાં ઉદભવ્યો હતો અને પાકિસ્તાન થઈને ભારતમાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદ દરમિયાન અહીં તે ફેલાયો છે. આવા હવામાન દરમિયાન, પ્રાણીઓ વાયરલ રોગો માટે સંવેદનશીલ રહે છે.

Published On - 5:57 pm, Fri, 5 August 22