Mehsana: જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓની યોજાઈ સંકલન બેઠક, એક્શન મોડમાં આવી જવા સૂચના

|

Sep 22, 2022 | 6:59 PM

Mehsana: મહેસાણામાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓની સંકલન બેઠક યોજાઈ હતી. જેમા તમામ અધિકારીઓને વિધાનસભા ચૂંટણીને પગલે એક્શન મોડમાં આવી જવા સૂચના આપવામાં આવી હતી.

Mehsana: જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓની યોજાઈ સંકલન બેઠક, એક્શન મોડમાં આવી જવા સૂચના
નોડલ અધિકારીઓ સાથે બેઠક

Follow us on

રાજ્યમાં વિધાનસભા ચૂંટણી (Assembly Election)ની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એકતરફ રાજકીય પક્ષોના દિગ્ગજો પ્રચારમાં લાગી ગયા છે તો બીજી તરફ દરેક અધિકારીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. મહેસાણામાં જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની અધ્યક્ષતામાં ચૂંટણીના નોડલ અધિકારીઓ (Nodal Offficers)ની સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં કલેક્ટરે (Collector) સૌ અધિકારીઓને ચૂંટણી કામગીરી માટે એક્શન મોડમાં આવી જવા સૂચના આપી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીએ વિવિધ નોડલ અધિકારીઓ સાથે ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે દરેક અધિકારી- કર્મચારીઓને ચૂંટણી પંચની માર્ગદર્શિકા, લોકપ્રતિનિધિત્વ ધારો, કંડક્ટ ઓફ ઈલેક્શન રૂલ્સ, સંબંધિત નોડલ અધિકારીઓની કામગીરી સહિતના સાહિત્યનો અભ્યાસ કરી લેવા પણ સૂચના આપી હતી.

વધુને વધુ લોકો મતાધિકારનો પ્રયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા સૂચના

જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલે અધિકારીઓને મોટી સંખ્યામાં મતદારો લોકશાહીના પર્વનો લાભ લઈને તેમના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. તેમણે વિવિધ નોડલ અધિકારીઓને ભારત સરકારના ચૂંટણી પંચની ગાઈડલાઈનને અનુસરે છે, જેથી કોઈપણ પ્રકારની વિસંગતતા રહી ન જાય તે માટે ખાસ અભ્યાસ કરવા સૂચના આપી હતી.

ચૂંટણીના મહાપર્વમાં અનુભવના નિચોડ અને ઉત્સાહ સાથે કામગીરી કરવા સૂચના

જિલ્લા ચૂંટણી અધિકારી ઉદિત અગ્રવાલે ઉમેર્યુ કે આ અવસર લોકશાહીનો છે. તમામ નોડલ ઓફિસરોએ પોતાના અનુભવના નિચોડ સાથે ખૂબ જ ઉત્સાહથી કામગીરી કરવાની છે પોસ્ટલ બેલેટ, વાહનોની જરૂરિયાત, આચાર સંહિતા, મેન પાવર ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, ખર્ચ નિયંત્રણ, મીડિયા મેનેજમેન્ટ, સ્વીપ SMS મોનિટરીંગ, કાયદો વ્યવસ્થા, સ્ટાફ વેલફેર, માઈગ્રેશન વોટર્સ, દિવ્યાંગ મતદારો, ચૂંટણી નિરીક્ષક સહિતના વિવિધ નોડલ ઓફિસરોએ કામગીરીની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે એમ તુવર સહિત વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે હવે અધિકારીઓને પણ તૈયારીઓમાં અને ચૂંટણીલક્ષી કામકાજમાં લાગી જવા સૂચના આપવામાં આવી  રહી છે.  ખાસ કરીને વધુને વધુ મતદાન થાય તે દિશામાં પ્રયાસ હાથ ધરવા અંગે ખાસ સૂચના આપવામાં આવી છે.

ઈનપુટ ક્રેડિટ- મનિષ મિસ્ત્રી- મહેસાણા

Next Article