Mehsana: G-20ની બીજી એનર્જી વર્કિગ ગ્રુપ મીટીંગના પ્રતિનિધિઓ સોમવારે મોઢેરાની મુલાકાત લેશે, જિલ્લા વિકાસ અધિકારીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

|

Apr 02, 2023 | 11:34 PM

આ 120 પ્રતિનિધિઓ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે પ્રવાસ મુલાકાત કરી 10 મીનીટનો સાંસ્કૃતિ શો અને 20 મિનીટના લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણશે. દેશનું પ્રથમ સોલર ગામની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબધિત અધિકારીઓએ સ્થળ પર તૈયારી સંદર્ભે ચર્ચા કરી હતી

Mehsana: G-20ની બીજી એનર્જી વર્કિગ ગ્રુપ મીટીંગના પ્રતિનિધિઓ સોમવારે મોઢેરાની મુલાકાત લેશે, જિલ્લા વિકાસ અધિકારીએ વ્યવસ્થાની સમીક્ષા કરી
G-20 Energy Group Modhera

Follow us on

ગુજરાતના ગાંધીનગર ખાતે 02 એપ્રિલથી જી-20ની બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠક યોજાનાર છે. જે અંતર્ગત આ બેઠકમાં ઉપસ્થિત રહેનારના 120 જેટલા પ્રતિનિધિઓ આગામી 03 એપ્રિલે સાંજે 05-00 કલાકે સુજાણપુરા તેમજ મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લેનાર છે. મહેસાણા મોઢેરા સૂર્યમંદિર તેમજ સુજાણપુરા પ્લાન્ટની મુલાકાત અંગેનુ આયોજન જી.પી.સી.એલ, ટી.સી.જી.એલ,ઇન્ડેક-બી દ્વારા સંયુક્ત રીતે કરાયુ છે. અન્ય દેશોના પ્રતિનિધિઓની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશે મોઢેરા સૂર્યમંદિર સહિત સૂજાણપુરા ગામની મુલાકાત કરી કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા.

આગામી 03 એપ્રિલે બીજી એનર્જી વર્કીંગ ગ્રુપની બેઠકનુ 120 પ્રતિનિધિઓ સાંજે 05-00 કલાકે સુજાણપુરની મુલાકાત લેનાર છે. આ પ્રતિનિધિ મંડળ સુજાણપુરા સાઇટની પ્લાન્ટ વીઝીટ કરશે જે પ્રસંગે પ્રતિનિધિઓંનું ભાતીગળ સ્વાગત કરવામા આવશે ત્યાર બાદ સુજાણપુરા સાઇટ પર 05 મિનીટની મુવી,ફોટો સેશન સહિત સોલર રૂપ ટોપના લાભાર્થીઓ સાથે સંવાદ કરી સુજાણપુરા પ્રોજેક્ટ સાઇટની વિગતો મેળવશે.

આ 120 પ્રતિનિધિઓ ત્યાર બાદ મોઢેરા સૂર્યમંદિર ખાતે પ્રવાસ મુલાકાત કરી 10 મીનીટનો સાંસ્કૃતિ શો અને 20 મિનીટના લાઇટ એન્ડ સાઉન્ડ શોનો આનંદ માણશે. દેશનું પ્રથમ સોલર ગામની મુલાકાત અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબધિત અધિકારીઓએ સ્થળ પર તૈયારી સંદર્ભે ચર્ચા કરી હતી

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આ યુ.જી.વી.સી.એલના એમ.ડી પ્રભવ જોષી,જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીતસિંહ વાળા, પ્રાન્ત અધિકારી સર્વેઓ જી.પી.સી.એલના પ્રતિનિધિ,ઇન્ડેક્ષ બીના પ્રતિનિધિ,સહિત જિલ્લાના સંબધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:34 pm, Sun, 2 April 23

Next Article