મહેસાણા જિલ્લામાં 12 થી 14 વર્ષના વયના બાળકોને કોરોના વેક્સીનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાના પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત મહેસાણા જિલ્લામાં જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો ઓમ પ્રકાશની રાહબરી હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લાકક્ષાએ યોજાયેલા અભિયાનનો પ્રારંભ મહેસાણા શહેરની પ્રાથમિક શાળા નંબર 06 થી જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે કરાવ્યો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં 12 થી 14 વર્ષની વયના એકપણ બાળક કોરોના પ્રતિરોધક રસીથી વંચિત ન રહે તે હેતુસર આરોગ્ય તંત્ર અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ પ્રહલાદભાઇ પરમારે ઉમેર્યું હતું કે 12 થી 14 વર્ષની વયના તમામ બાળકોને રસી લઇ લેવાની સાથે પાત્રતા ધરાવતા અન્ય બાકીના લોકોને પણ સમયસર રસી લઇ લેવા અને જિલ્લા આરોગ્ય વિભાગના સુચારા આયોજન થકી લોકોને સમયમર્યાદામાં વેક્સીનેશનની રસી આપીને ઉમદા કામગીરી કરી હોવાનું ઉમેર્યું હતું. જિલ્લા આરોગ્ય અધિકારી ડો વિષ્ણું પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના 12 થી 14 વર્ષની વયના કુલ 90 હજાર જેટલા બાળકોને આ અભિયાન હેઠળ આવરી લેવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે.
તેમણે ઉમેર્યું હતું કે સરકારની માર્ગદર્શિકા મુજબ તબક્કાવાર વેક્સીનેશન ચાલી રહ્યુ છે. ત્યારે 12 થી 14 વર્ષની વયના તમામ બાળકોને પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ આપવામાં આવશે. 12 થી 14 વર્ષના વયજૂથના કિશોરોને કોવિડ-19 ની વેક્સીન આપવા ઉપરાંત 60 વર્ષથી વધુ વયના સિનીયર સિટીઝનને વેક્સીનનો બુસ્ટર ડોઝ પણ આપવામાં આવી રહ્યો છે.કારોબારી સમિતિના ચેરમેન હરીભાઇ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લાના વિવિધ સેન્ટરો ખાતેથી 12 થી 14વર્ષની વયના બાળકોને કોર્બેવેક્સ વેક્સીનેશનની રસી આપવામાં આવી રહી છે. બાળકો પણ ખૂબ જ ઉત્સાહથી રસી લઇ રહ્યાં છે. જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ જે બાળકોએ રસી લીધી હોય તેમનું સતત ફોલઅપ પણ કરવામાં આવી રહ્યું છે.
આજથી પ્રારંભાયેલા રાજ્યવ્યાપી અભિયાનમાં જિલ્લાના તમામ 12 થી 14 વર્ષની વય ધરાવતા બાળકોએ પ્રથમ ડોઝ લઇ 28 દિવસ બાદ સમયસર નજીકના કેન્દ્ર પર રસીનો બીજો ડોઝ પણ લઇ લેવા અપીલ કરી છે.વધું માં ઉપસ્થિત મહાનુભાવો ના હસ્તે રસીકરણ ની શ્રેષ્ઠ કામગીરી કરનાર આશા અને આરોગ્ય કર્મીઓ ને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા.આ પ્રસંગે જિલ્લાના,તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓએ આશા બહેનો અને ફિમેલ હેલ્થ વર્કર બહેનોને,શિક્ષકો તેમજ આરોગ્ય કર્મીઓ અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પણ વાંચો : સુરતના કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો, પ્રોપટીની બબાલમાં પતિએ જ પતાવી દીધી
આ પણ વાંચો : Gandhinagar: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો