Mehsana : વિસનગર ખાતે રૂપિયા 323.65 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ

|

Jul 28, 2022 | 5:19 PM

ગુજરાતના(Gujarat) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ની ઉપસ્થિતિમાં દરબાર વિસ્તારમાં નવીન પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા દશ લાખ લીટરનો ભૂગર્ભ સંપનું ખાતમુર્હુત રૂ 107.29 લાખના ખર્ચે પંદરના નાણા પચની ટાઇટ ગ્રાન્ટ હેઠળ કરાયું હતું.

Mehsana : વિસનગર ખાતે રૂપિયા 323.65 લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત  અને લોકાર્પણ
Mehsana Visangar Developement Work Lokarpan

Follow us on

આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત મહેસાણા(Mehsana) જિલ્લાના વિસનગરના (Visnagar)  નાગરિકોની સુખાકારી માટે નિર્મિત અને નિર્માણાધીન વિવિધ વિકાસ કામોના (Development Work)  લોકાર્પણ અને ખાતમુર્હુત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે જી.ડી હાઇસ્કુલ ખાતે પ્રાથમિક ભવન બનાવાથી મધ્યમવર્ગના બાળકોને સારા વાતાવરણમાં શિક્ષણ મળી રહેશે તેમ જણાવી સરકારે ડ્રોપ આઉટ રેશીયામાં ઘટાડો કર્યો છે.

આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં દરબાર વિસ્તારમાં નવીન પાંચ લાખ લીટરની ઓવરહેડ ટાંકી તથા દશ લાખ લીટરનો ભૂગર્ભ સંપનું ખાતમુર્હુત રૂ 107.29 લાખના ખર્ચે પંદરના નાણા પચની ટાઇટ ગ્રાન્ટ હેઠળ કરાયું હતું. આ ઉપરાંત ધરોઇ કેનાલથી દેળીયા તળાવ સુધી એન.પી. 3 પાઇપ લાઇનનું ખાતમુર્હુત રૂ 126.93 લાખના ખર્ચે કરાયું હતું. વધુમાં જી.ડી હાઇસ્કુલમાં પ્રાથમિક ભવન બાંધકામનું લોકાર્પણ રૂ 89.43 લાખના ખર્ચે કરાયું હતું.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતુ કે વંચિતોના વિકાસ માટે સરકારે મહત્વપુર્ણ કામ કર્યુ છે. સરકાર દ્વારા સુઝલામ સુફલામ યોજના દ્વારા પૂરતું પાણી વહન થાય તેમ માટે સરકાર પ્રયત્નશીલ છે. દેશના પ્રધાનમંત્રીએ ઉત્તર ગુજરાતને તારંગાથી આબુ રોડ રેલની ઉત્તમ ભેટ આપી છે , રૂપિયા 3000 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આ યોજનાથી જિલ્લામાં ઔધોગિક વિકાસને ગતિ મળશે.

First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
તાપમાં કાળી પડી ગઈ છે હાથ અને મોંની ત્વચા? અપનાવો આ ઘરેલુ ઉપચાર

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં ઉમેર્યું હતું કે શિક્ષણના સંસ્કાર થકી ઉત્તમ સમાજનું નિર્માણ થાય છે.દેશના પ્રધાનમંત્રીએ ગુજરાતને રોલ મોડેલ બનાવ્યુ છે.રાજ્યમાં શિક્ષણ,આરોગ્ય,ખેતી,સિંચાઇ સહિત પ્રાથમિક અને માળખાકીય સુવિધાઓ મળતી થઇ છે.આજે ઘરે ઘેર નળ અને ગામડે આરોગ્યની સુવિધાઓ ઉપ્લબધ થઇ છે.તેમણે ઉમેર્યું હતું કે કોરોના સમયમાં સૌથી વધુ નુંકશાન શિક્ષણને ગયુ છે.શિક્ષકોની અથાગ મહેનતથી શિક્ષણ કાર્યમાં ઉત્સાહ આવ્યો છે.વિસનગર શહેરમાં આજે વિકાસ કામોના ખાતમુર્હુત અને લોકાપર્ણ થયા છે જેનાથી નાગરિકોની સુખ ને સુવિધામાં વઘારો થયો છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વર્ષાબહેન પટેલ, તાલુકા અને વિસનગર શહેરના પદાધિકારીઓ,અધિકારીઓ, નગરપાલિકાના સદસ્યઓ,વિવિધ કમિટિના ચેરમેનો ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 4:55 pm, Thu, 28 July 22

Next Article