Mehsana : શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ “પથ” ને લઈ કલેકટર એમ નાગરાજને પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત

|

Apr 22, 2023 | 12:07 PM

જિલ્લા કલેકટર એમ નાગરાજનને પ્રધાનમંત્રીના હસ્તે શિક્ષણ વિભાગનો પ્રોજેક્ટ "પથ" અંતર્ગત એવોર્ડ એનાયત કરાયો હતો જે મહેસાણા તેમજ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની હતી

Mehsana : શિક્ષણ વિભાગના પ્રોજેક્ટ પથ ને લઈ કલેકટર એમ નાગરાજને પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત
Mehsana Collector M Nagaraj

Follow us on

શિક્ષણ ક્ષેત્રે પ્રોજેક્ટ પથ અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજનને પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જેમાં નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી એક્સલેન્સ એવોર્ડ ઇન પબ્લીક એડમિનિસ્ટ્રેશન અંતર્ગત ગુજરાતના શિક્ષણ વિભાગના “પ્રોજેક્ટ પથ” અને આરોગ્ય વિભાગના SOTTO એકમને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે “ઇનોવેશન સ્ટેટ” કેટેગરીમાં એવોર્ડ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે એનાયત કરવામાં આવ્યો છે.

ગુજરાત માટે ગૌરવની ક્ષણ

આ અન્વયે મહેસાણા જિલ્લા કલેકટર એમ નાગરાજનને પ્રધાનમંત્રીના હસ્તે શિક્ષણ વિભાગનો પ્રોજેક્ટ “પથ” અંતર્ગત એવોર્ડ એનાયત કરાયો હતો જે મહેસાણા તેમજ ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની હતી. આ પ્રોજેક્ટ પથ અંતર્ગત વિદ્યાર્થીઓની વાંચન અને લેખન ના કૌશલ્યમાં વધારો કરવામાં આવ્યો. સાથે પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુધારા માટે મહેસાણાથી શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ પથ હાલ સમગ્ર રાજ્યમાં અમલી બન્યો છે. આ પ્રોજ્ક્ટ અંતર્ગત જિલ્લા કલેકટર એમ નાગરાજને પ્રધાનમંત્રીના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન સુધારા માટે ‘પ્રોજેક્ટ પથ’

રાજ્યના શિક્ષણ વિભાગની ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત શિક્ષણ સુધારણા અંગેની નવતર પહેલ માટે ‘પ્રાઈમ મિનિસ્ટર્સ એવોર્ડ ફોર એક્સલન્સ ઈન પબ્લિક એડમિનિસ્ટ્રેશન’ માટે પસંદગી કરાઈ હતી. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન (Foundational Literacy And Numeracy-FLN) સુધારા માટે ‘પ્રોજેક્ટ પથ’ અંતર્ગત મહેસાણાની 994 સરકારી પ્રાથમિક શાળાઓમાં સફળ અમલીકરણ બદલ એવોર્ડ આપવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજ્યભરમાં ‘પ્રોજેક્ટ પથ’નો અમલ શરૂ કરાયો

મહેસાણાના 1.38 લાખ વિદ્યાર્થીઓના પરિણામોમાં સુધારો નોંધાયો છે, જેના પરિણામે રાજ્યભરમાં ‘પ્રોજેક્ટ પથ’નો અમલ શરૂ કરાયો હતો. પ્રોજેક્ટની સફળતાના પરિણામે જાન્યુઆરી, 2022 થી આ પ્રોજેક્ટનો રાજ્યવ્યાપી અમલ કરાયો હતો. રાજ્યવ્યાપી અમલીકરણ માટે વિવિધ જિલ્લાઓમાંથી 500થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ અપાઈ છે.

આ પણ વાંચો : ભાવનગરમાં PGVCLની ઘોર બેદરકારી આવી સામે, રસ્તા પર લટકતા જીવતા વીજતાર મોતને નોંતરતા હોય તેવા દ્રશ્યો

પ્રોજેક્ટ પથે ખાસ કરીને ગ્રામીણ ભારતમાં સરકારી શાળાઓની ક્ષમતા અને મહત્વને સાબિત કરી બતાવ્યુ છે. પ્રોજેક્ટ પથ એ મહેસાણા જિલ્લાના શિક્ષકો દ્વારા દર્શાવવામાં આવેલા સમર્પણ, નવીનતા અને આત્મસન્માનની વાર્તા છે. જે જાહેર વહીવટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પડે છે. જિલ્લા કક્ષાની પહેલ માત્ર 994 શાળાઓમાં આટલા મોટા પાયે અમલમાં મુકવામાં આવી છે અને 1.38 લાખ વિદ્યાર્થીઓના ભણતરના પરિણામોમાં સુધારો થયો છે,

‘નિપુણ ભારત મિશન’ની શરૂઆત કરવામાં આવી

શિક્ષણ વિભાગ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર કોવિડ-19 રોગચાળા દરમિયાન વાંચન, લેખન અને સંખ્યા જેવા મૂળભૂત કૌશલ્યો સહિત વિદ્યાર્થીઓના શિક્ષણના પરિણામોમાં નોંધપાત્ર ઘટાડો અનુભવ્યો છે. કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા 5 જુલાઈ, 2021ના રોજ ‘નિપુણ ભારત મિશન’ની શરૂઆત કરવામાં આવી હતી. NIPUN (નેશનલ ઇનિશિએટિવ ફોર પ્રોફિસિયન્સી ઈન રીડીંગ વીથ કોમ્પ્રીહેન્સન) ધોરણ 3 સુધીના વિદ્યાર્થીઓ માટે પાયાની સાક્ષરતા અને અંકશાસ્ત્ર પર વિશેષ ભાર મૂકે છે.

500 થી વધુ માસ્ટર ટ્રેનર્સને અપાઈ તાલીમ

15 ફેબ્રુઆરી, 2022 સુધીમાં ગુજરાતીના સાક્ષરતા કૌશલ્યના 9 હજાર થી વધુ શિક્ષકો અને ગણિતના સંખ્યાત્મક કૌશલ્યના 11 હજાર શિક્ષકોએ FLNના ઓનલાઇન અભ્યાસક્રમ માટે નોંધણી કરી હતી. આ ઉપરાંત FLN ટાસ્ક ફોર્સે સમગ્ર રાજ્યમાં આ પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 500 થી વધુ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપી છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article