મહેસાણાના (Mehsana)ઉંઝાના પૂર્વ ધારાસભ્ય (Former MLA of Unjha)સ્વ.ડૉ.આશાબેન પટેલનું (Late Dr. Ashaben Patel)ગત ડિસેમ્બરમાં માસમાં અચાનક નિધન થતા સ્થાનિક નાગરિકોના શોકની લાગણી પ્રસરી હતી. ઉંઝાના સ્થાનિક પ્રશ્નો સરકાર સુધી પહોંચાડી ઉંઝાના વિકાસની નેમ સાથે સ્વ.ડૉ.આશાબેન પટેલ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બનીને રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાઈને ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. અને જાણે કે ઉંઝાનુ વર્ષોનું પેઢીગત રાજકારણમા બદલાવ લાવી દીધો હતો. ત્યારે તેમના ઓચિંતા અવસાન બાદ તેમણે વિચારેલા કામો અધૂરા ન રહી જાય. તેમણે મતદારોને આપેલા વચન અધૂરા ન રહી જાય તે માટે તેમના ભાઈ આગળ આવ્યા છે. અને સ્વ. ડૉ.આશાબેન પટેલના કાર્યાલયની જવાબદારી તેમના ભાઈ કૌશિકકુમાર ડી. પટેલે ઉપાડી લીધી છે.
સવારે 10:00 વાગ્યાથી સાંજે 05:00 વાગ્યા સુધી કરશે લોક મુલાકાત
સ્વ. ડૉ.આશાબેન પટેલના બાકી રહેલા ઉંઝાના વિકાસના કામો અને લોક પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા સ્વ.આશાબેન પટેલના ભાઈ દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ મારફતે લોક સંપર્ક કરવાની વાત જાહેર કરી છે. જેમાં તેઓએ સોશિયલ મીડિયામાં મેસેજ જાહેર કર્યો હતો કે,
– ડૉ. આશાબેન ડી. પટેલ
તા. ૨૨/૦૧/૨૦૨૨ ના રોજથી ડૉ. આશાબેન પટેલની ઓફીસ તેમના નાના ભાઈ કૌશિકકુમાર ડી. પટેલ સંભાળશે.
મુલાકાતનો સમય:- સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ સુધી
સંપર્ક નંબર:- ૯૯૭૮૫૯૯૧૦૮, ૯૮૨૪૯૬૭૮૩૫
ઉંઝા APMC ચેરમેન દિનેશ પટેલે પણ સાંભળ્યું હતું સ્વ.આશાબેન પટેલનું કાર્યાલય
ગત ડિસેમ્બરમાં ઉંઝાના ધારાસભ્ય સ્વ.આશાબેન પટેલનું નિધન થયું હતું. અને આજે જેમ આશાબેનના ભાઈ દ્વારા તેમનું કાર્યાલય સાંભળવાનો મેસેજ સોશિયલ મીડિયામાં જાહેર કરાયો છે. તેવી જ રીતે ગત ડિસેમ્બર માસમાં જ ઉંઝા apmc ના ચેરમેન દ્વારા પણ આ રીતે મેસેજ કરીને લોકોને જાણ કરાઇ હતી કે, દર સોમવારે સ્વ.આશાબેન પટેલની ઓફિસ ઉપર દિનેશભાઇ પટેલ નાગરિકો સાથે લોક સંપર્ક કરશે. સ્વ.આશાબેન પટેલની અંતિમ ઈચ્છા મુજબ દિનેશભાઇ પટેલે જવાબદારી ઉપાડી હોવાની લાગણી સાથે દર સોમવારે ધારાસભ્ય કાર્યાલય ખાતે લોકોના પ્રશ્ન ને લઈને દિનેશભાઇ પટેલ મુલાકાત શરૂ પણ કરી હતી. જોકે હવે સ્વ.આશાબેન પટેલના કાર્યાલયની જવાબદારી તેમના ભાઈ કૌશિકકુમાર પટેલે ઉપાડી લીધી છે.
ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય અંગે સંગઠન નક્કી કરશે
સ્વ.આશાબેન પટેલના ભાઈ કૌશિકકુમાર પટેલના જણાવ્યા મુજબ તેમની બહેન સ્વ.આશાબેનનું કાર્યાલય તેઓ સંભાળશે. પરંતુ, ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કોણ સંભાળશે તે સંગઠન નક્કી કરશે.
આ પણ વાંચો : Surat માં કોરોના દર્દીઓ માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયું