MEHSANA : ભાવિના પટેલના ગામમાં દિવાળી, ભાવિનાની જીતની ભવ્ય ઉજવણી કરવામાં આવી

|

Aug 29, 2021 | 4:50 PM

ટોક્યો પેરા ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને ભાવિનાએ તેના વતન સુંઢિયાથી લઈને આખા દેશનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Mehsana : ટોક્યો પેરા ઓલિમ્પિકમાં ગુજરાતની ભાવિનાએ દેશને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો છે.મહેસાણાના સુંઢિયા ગામની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ જીતીને ભવ્ય સફળતા હાંસલ કરી છે.સિલ્વર મેડલ જીતીને ભાવિનાએ તેના વતન સુંઢિયાથી લઈને આખા દેશનું નામ રોશન કર્યું છે, ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.આજે ભાવિનાની ફાઈનલ મેચ હોવાથી ગામમાં મોટી LED લગાવાઈ હતી.. સવારથી જ ગામમાં જશ્નનો માહોલ હતો.ભાવિનાએ સિલ્વર મેડલ જીતતા જ ગામમાં ઉજવણી શરૂ થઈ ગઈ હતી. ભાવિનાના પરિવારને ગોલ્ડ મેડલની આશા હતી.પરંતુ સિલ્વર મેડલ મળવો એ પણ ખૂબ મોટી સિદ્ધિ છે.ભાવિનાની માતાએ કહ્યું કે તેની મહેનત આજે રંગ લાવી છે ભાવિનાનો પરિવાર હવે તેના સ્વાગત માટે આતુર છે.

તો બીજી તરફ ભાવિનાએ ખુશી વ્યક્ત કરી છે. ભાવિનાએ સૌનો આભાર માન્યો.ભાવિનાએ કહ્યું કે જે લોકોએ મને સપોર્ટ કર્યો તેમને આ મેડલ સમર્પિત કરું છું. પેરા ઓલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા, સ્પોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા, મારા મિત્રો, મારા પતિ, મારા માતા-પિતા અને મારા કોચનો આભાર વ્યક્ત કરું છું.. ભાવિનાએ કહ્યું કે- મારા કોચે મને ખૂબ સારી ટ્રેનિંગ આપી.જેના કારણે અહીં સુધી પહોંચી શકી છું.

જન્માષ્ટમી ભલે આવતીકાલે છે,પરંતુ ગામમાં આજે જ જન્માષ્ટમી જેવી ભવ્ય ઉજવણીનો માહોલ છે. ગ્રામજનોએ ફટાકડા ફોડી અને ડી.જે.ના તાલે ઝૂમીને ભાવિનાની જીતનો જશ્ન મનાવ્યો.ભાવિનાએ સિલ્વર મેડલ જીતીને ગામનું નામ રોશન કરતા ગ્રામજનોનો ઉત્સાહ સમાતો નથી.સુંઢિયા ગામની દિવ્યાંગ દીકરીએ અનેક મુશ્કેલીઓ વેઠીને આજે આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું છે. ભાવિનાની જીતની એટલી ભવ્ય ઉજવણી કરવામાં આવી જાણે કે આજે દિવાળી હોય!

આ પણ વાંચો : Tokyo Paralympics માં રજત ચંદ્રક વિજેતા ભાવિના પટેલને 3 કરોડનો પુરસ્કાર આપવાની ગુજરાત સરકારની જાહેરાત

 

આ પણ વાંચો : RAJKOT : ચટાકેદાર ફરસાણ બનાવવામાં ડીટર્જેન્ટ પાવડરનો ઉપયોગ, 5 એકમમાંથી અખાદ્ય ગાંઠિયા મળી આવ્યાં

Published On - 4:48 pm, Sun, 29 August 21

Next Video