Mehsana: કડીમાં કચરામાંથી મળ્યા ચૂંટણી કાર્ડનો જથ્થો મળી આવ્યો, મામલતદારે તપાસ શરૂ કરી

|

Jun 19, 2022 | 10:18 PM

આટલી મોટી સંખ્યામાં ચુંટણી કાર્ડ ક્યાંથી આવ્યા અને કોણ કચરાના ઢગલામાં નાખી ગયું છે તે તપાસનો વિષય બન્યો છે. આવતી કાલે ગ્રામિણ વિસ્તારના ઓપરેટરને મામલતદાર ઓફિસે બોલાવ્યા છે.

મહેસાણા (Mehsana) જિલ્લાના કડી ખાતે કચરાના ઢગલમાંથી જથ્થાબંધ ચૂંટણી કાર્ડ (election card) મળી આવ્યા છે. આ અંગેની માહિતી મળતા વહીવટી તંત્ર દોડતું થઈ ગયું હતું. કડી (Kadi) માં આવેલા કરણનગર રોડ પરના આશુતોષ સોસાયટી પાસે કચરાના ઢગલમાંથી મોટી સંખ્યામાં ચૂંટણી કાર્ડ મળતા સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. મળતી માહિતી પ્રમાણે કુલ 700 થી વધુ જૂના ચૂંટણી કાર્ડ મળી આવ્યાં છે. ઘટનાની જાણ થતાં મામલતદાર અને નાયબ મામલતદાર પોતાના સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને ફેંકી દેવાયેલા તમામ ચૂંટણી કાર્ડને કબજે કરી વધુ તપાસ હાથધરી છે. જોકે ચૂંટણી કાર્ડ તેના મૂળ ધારક સુધી પહોંચાડવાના બદલે કોઇએ અધવચ્ચે જ ફેંકી દેતાં કાર્ડ વિતરણની વ્યવસ્થા સામે પણ સવાલ ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે કડીની કરણનગર રોડ પર આશુતોષ નગર સોસાયટી પાસેથી લગભગ 704 ચુંટણી કાર્ડ કચરાના ઢગલામાં ફેકી દેવાયેલાં જોવા મળતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક આ બાબતે નાયબ મામલતદારને જાણ કરી હતી. આ બાબતની જાણ થતાં નાયબ મામલતદાર ધર્મેન્દ્ર સિંહ ખેરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તમામ કાર્ડનો કબજો મેળવ્યો હતો. મળી આવેલ મોટા ભાગના ચુંટણી કાર્ડ ગ્રામ્ય વિસ્તારના હોવાનું માલુમ પડ્યું છે. કચરાના ઢગલા માંથી ચુંટણી કાર્ડ મળી આવતા તંત્ર દોડતું થયું છે. આટલી મોટી સંખ્યામાં ચુંટણી કાર્ડ ક્યાંથી આવ્યા અને કોણ કચરાના ઢગલામાં નાખી ગયું છે તે તપાસનો વિષય બન્યો છે. આવતી કાલે ગ્રામિણ વિસ્તારના ઓપરેટરને મામલતદાર ઓફિસે બોલાવ્યા છે.

Next Video