Mehsana : ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરનાર સામે આખરે નોંધાઈ ફરિયાદ, આ રીતે ‘ઢ’ ને બનાવાયા હતા હોશિયાર

|

Sep 05, 2022 | 9:33 AM

વિદ્યાર્થીઓને (Students) બદલે બીજા આરોપીઓની ટીમ પાસે પરીક્ષા અપાવાઇ હતી. 6 થી 8 બેન્ડ મેળવી અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા હતા.

Mehsana : ગેરકાયદે અમેરિકામાં ઘૂસણખોરી કરનાર સામે આખરે નોંધાઈ ફરિયાદ, આ રીતે ઢ ને બનાવાયા હતા હોશિયાર
Mehsana IELTS scam

Follow us on

IELTS મા 8 બેન્ડ મેળવી 4 યુવકોને અમેરિકા (America) મોકલવાનું કૌભાંડમા આખરે ફરિયાદ નોંધાઈ છે. 45 શખ્સ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ (Mehsana Police)  મથકે ફરિયાદ નોંધાઇ છે. મહત્વનું છે કે, 4 વિદ્યાર્થીઓ પાસે IELTS ના ફોર્મ ઇમેઇલ થી ભરવાયા હતા. સ્નાતક કે અનુસ્નાતક નહીં હોવા છતા ખોટા ગ્રેજ્યુએટ ના ખોટા દસ્તાવેજો બતાવાયા હતા.ખોટા દસ્તાવેજો બતાવી નવસારી ખાતે ખોટી રીતે પરીક્ષા આપી હતી.

અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા હતા

એક્ઝામીનરે IELTS ના પેપર, ઉત્તરવહી અને ઓડિયો ક્લિપ અમિત ચૌધરીને (AMit Chaudhary) આપી હતી. અમિત ચૌધરીએ તેના મળતિયા માણસોને ગેરકાયદે રીતે પરીક્ષા પાસ કરાવી હતી. એટલું જ નહીં વિદ્યાર્થીઓને (Students) બદલે બીજા આરોપીઓની ટીમ પાસે પરીક્ષા અપાવાઇ હતી. 6 થી 8 બેન્ડ મેળવી અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસે પૈસા લીધા હતા.

વિદેશ જવાની ઘેલછા ભારે પડી !

તમને જણાવી દઈએ કે, IELTSમાં સારા બેન્ડ મેળવી યુવકોને અમેરિકા ઘૂસણખોરી કરાવી હતી.કાવતરામાં સામેલ રહી ભારતભરમાં IELTS ની સાચી તૈયારી કરનારના ભવિષ્ય સાથે ચેડા કરવાનો ગુનો દાખલ કરાયો હતો.સાચા વિદ્યાર્થીઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાનોગુનો પણ નોંધાયો છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

ગુજરાતીઓની વિદેશ જવાની લાલચ એટલી વધી ગઈ છે કે, હવે ત્યાં પહોંચવા માટે ગમે તે કરવા તૈયાર હોય છે. વિદેશ જવુ હવે સપનુ નહીં પણ કૌભાંડ અને ક્રાઈમ બની ગયુ છે અને લોકો ગમે તે હદ સુધી ક્રાઈમ કરવા તૈયાર હોય છે. આવી જ એક ઘટના મહેસાણા (Mehsana) બની હતી. જ્યાં મહેસાણા જિલ્લાના 4 યુવકોને અમેરિકા જવું મોંઘું પડી ગયું છે. IELTS પરીક્ષામાં સેટિંગ કરી 4 યુવકો અમેરિકા પહોંચી તો ગયા પણ ઘૂસણખોરી કરતા અમેરિકા પોલીસે ચાર યુવકોને દબોચી લીધા હતા. આ મામલે મુંબઇ એમ્બેસીએ (Mumbai Embassy) મહેસાણા SPને તપાસ માટે જાણ કરતા IELTS કૌભાંડ થયું હોવાનું સામે આવ્યું છે. મહેસાણાની GIDCમાં આ 4 યુવાનોને અમેરિકા પહોંચાડવાના ખેલ ઘડાયો હતો.

ક્યાંથી પરીક્ષા આપી ?

નીલ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277529 પરથી 7 બેન્ડ મેળવ્યા

ધ્રૂવ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277490 પરથી 6.5 બેન્ડ મેળવ્યા

ઉર્વીશ પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે હતી પરીક્ષા બેઠક નંબર 277518 પરથી 7 બેન્ડ મેળવ્યા

સાવન પટેલ નવસારીના પરીક્ષા સેન્ટર નંબર IN 855 હોટલ ફનસિટીમાં ગત 25 નવેમ્બરે પરીક્ષા યોજાઈ બેઠક નંબર 277510 પરથી 7 બેન્ડ મેળવ્યા

Published On - 9:13 am, Mon, 5 September 22

Next Article