મહેસાણાની (Mehsana) દૂધ સાગર ડેરીએ (Dudhsagar Dairy) પશુપાલકોને દિવાળીની ભેટ આપી છે. ડેરીએ પશુપાલકોને દૂધની ફેટના કિલો દીઠ 10 રૂપિયાનો વધારો આપ્યો છે. પશુપાલકોને (Cattle breeders) 730 રૂપિયાને બદલે હવે 740 રૂપિયા મળશે, જેનો સીધો ફાયદો 6 લાખ 50 હજાર જેટલા પશુપાલકોને મળશે. આ ભાવ વધારો આગામી 21 ઓક્ટોબરથી અમલી બનશે.
Dudhsagar Dairy increased milk procurement price by Rs 10/kg fat#Mehsana #Gujarat #TV9News pic.twitter.com/EV8enY24FT
— Tv9 Gujarati (@tv9gujarati) October 19, 2022
મહત્વનું છે કે, દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. આ બધાની વચ્ચે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દૂધના (Milk) ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 નો વધારો કરતા હવે પશુપાલકોને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે મળશે. આ જાહેરાત બાદ પશુપાલકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. દૂધ સાગર ડેરીના આ નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થશે.