મહેસાણાની સિટી બસ સેવાઃ પાલિકાના પૈસે ગામડામાં સેવા, જાણો શું છે આખું કૌભાંડ

|

Jan 07, 2022 | 4:51 PM

મહેસાણા શહેર નજીક આવેલા ગામડાઓ સુધી સીટી બસ પહોંચાડી પાલિકા સત્તાધીશો પાલિકાના રુપિયા ગ્રામ પંચાયતમાં સેવા આપી ઉડાવી રહ્યા હોવાનું લાગી રહ્યું છે. ફક્ત સીટી બસના કિલોમીટર વધુ બતાવી પાલિકામાંથી રુપિયા પડાવવાનું જાણે પધ્ધતિસરનું ષડયંત્ર ચાલતું હોય એવું હાલમાં સીટી બસ સેવાના કોન્ટ્રાક્ટમાં લાગી રહ્યું છે.

મહેસાણાની સિટી બસ સેવાઃ પાલિકાના પૈસે ગામડામાં સેવા, જાણો શું છે આખું કૌભાંડ
City bus service run by Mehsana Municipality caught in controversy (ફાઇલ ઇમેજ)

Follow us on

મહેસાણાના લોકોની સુખાકારી માટે પાલિકાએ લોકોના પૈસાથી શહેરમાં સિટી બસ સેવા તો શરૂ કરી પણ કોન્ટ્રાક્ટર ગામડાંમાં ફેરવીને વધુ કિલોમીટર બતાવી પાલિકા પાસેથી તગડું ભાડું વસુલી રહ્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.

મહેસાણા નગરપાલિકા (Mehsana Municipality)સંચાલિત શહેરી સિટી બસ સેવા વધુ એકવાર વિવાદમાં સપડાઈ છે. શહેરીજનો પાસેથી વસુલેલા ટેક્સનના પૈસાથી માટે શરૂ કરવામાં આવેલી સીટી બસ સેવા(City Bus Service) નું કિલોમીટર દીઠ ભાડું મહેસાણા નગરપાલિકા ચૂકવે છે, પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ સિટી બસ ગ્રામ્ય વિસ્તારોમાં ફેરવવામાં આવતી હોવાનો આક્ષેપ પાલિકાના વિરોધ પક્ષ નેતાએ (Opposition) કર્યો છે. તેમણે જણાવ્યું કે મહેસાણા નગરપાલિકા સિટી બસ માટે કોન્ટ્રાક્ટરને કિલોમીટર દીઠ રુપિયા 33.51 ચૂકવે છે અને મુસાફરોનું બસ ભાડું પણ સીટી બસના કોન્ટ્રાક્ટર જ વસુલ કરે છે. કોન્ટ્રાક્ટ સિટી બસને આસપાસના ગામડાંમાં ફેરવીને ટિકિટના પૈસા તો કમાઈ લે છે પણ મહેસાણાની જનતાને તેનો લાભ મળતો ન હોવા છતાં તેના કરોડો રૂપિયા કોંટ્રાક્ટરના ચૂકવી દેવામાં આવે છે.

મહેસાણા (Mehsana) શહેરમાં ચાલતી શહેરી બસ સેવા આમ તો ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને (Gurukrupa Travels Agency) કોન્ટ્રાકટર ઉપર ચલાવવા માટે આપવામાં આવેલી છે, પરંતુ મહેસાણા સીટી બસ સેવામાં કોન્ટ્રાક્ટર(Contractor) બેને બાજુથી પૈસા કમાઈ રહ્યો હોવાનો અને લોકોને સેવા મળતી નથી. મહેસાણા નગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા (City Bus Service) આમ તો શહેરી બસ સેવા હોવાનો પાલિકાના સત્તાધીશો જાહેર કર્યું છે. પણ મહેસાણા શહેર માંડ પાંચ કિલોમીટર વિસ્તારમાં વિસ્તર્યું હોવાથી કિલોમીટરના ભાવથી આપેલા કોન્ટ્રાક્ટમાં સિટી બસ સંચાલકને ફાયદો થઇ શકે એમ હતો નહિ. આથી પાલિકા સંચાલિત સિટી બસ સેવા આસપાસમાં આવેલા પાલાવાસણા, દેદીયાસણ, પાંચોટ અને રામોસણા ગ્રામ પંચાયત વિસ્તાર સુધી લંબાવવામાં આવી છે. આથી પાલિકા દ્વારા કિલોમીટર દીઠ જે ભાડું સીટી બસ કોન્ટ્રાક્ટરને ચુકવવાનું થાય છે એમાં ભાડાનું બીલ મોટું બને છે. જેના પગલે મહેસાણાની પ્રજાના ટેક્ષના રૂપિયાથી પાલિકા સત્તાધીશોની રહેમનજર હેઠળ ગામડાના લોકોને સેવા અપાઈ રહી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

સિટી બસના કિલોમીટર વધુ બતાવી પાલિકામાંથી રૂપિયા પડાવવાનું જાણે પદ્ધતિસરનું ષડયંત્ર ચાલતું હોય એવું હાલમાં સિટી બસ સેવાના કોન્ટ્રાક્ટમાં લાગી રહ્યું છે. મહેસાણા નગરપાલિકા સંચાલિત શહેરી સિટી બસ સેવા ભલે કોન્ટ્રાક્ટ ઉપર આપવામાં આવી હોય અને ખાનગી કોન્ટ્રાક્ટર સિટી બસનું સંચાલન કરતો હોય પણ, પાલિકામાં સત્તારૂઢ લોકોમાંથી મળતિયા લોકો જ કોન્ટ્રાક્ટકને ફાયદો કરાવી રહ્યા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. મહેસાણા નગરપાલિકામાં વિરોધ પક્ષ દ્વારા શહેર માટે પાલિકા વિસ્તારમાં શરૂ કરાયેલી સિટી બસ સેવા ગામડાઓમાં ફેરવી પ્રજાના ટેક્ષના રૂપિયા વેડફવામાં આવતા હોવાના આક્ષેપથી સીટી બસ સેવા વધુ એકવાર વિવાદોમાં સપડાઈ છે.

 

આ પણ વાંચો : રાજયમાં હજુ બે દિવસ કમોસમી વરસાદ રહેશે, ઠંડીનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે : હવામાન વિભાગ

આ પણ વાંચો : Ahmedabad: AMTS અને BRTS બસોમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા, 50 ટકા ક્ષમતા સાથે ચલાવવાનો છે નિર્ણય

 

Published On - 4:12 pm, Fri, 7 January 22

Next Article