Breaking News : કેનેડા મોકલવાનું કહી યુવક પાસેથી કબુતરબાજોએ 45 લાખ પડાવ્યા

મહેસાણામાં વધુ એક વાર કબૂતરબાજીમાં ફસાયેલા યુવકે લાખો ગુમાવ્યા છે. કેનેડાના વિઝા આપવાનું કહી વિઝા કે પૈસા પરત ન આપતા પીડિતે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

Breaking News : કેનેડા મોકલવાનું કહી યુવક પાસેથી કબુતરબાજોએ 45 લાખ પડાવ્યા
Mehsana
| Updated on: May 01, 2023 | 10:02 AM

વિદેશ જવા ઈચ્છા રાખતા લોકો ચેતવણી રુપ કિસ્સો સામે આવ્યો છે. મહેસાણામાં વધુ એક વાર કબૂતરબાજીમાં ફસાયેલા યુવકે 45 લાખ ગુમાવ્યા છે. કેનેડા મોકલવાનું કહી યુવક પાસેથી કબૂતરબાજોએ 45 લાખ પડાવ્યા છે. કેનેડાના વિઝા આપવાનું કહી વિઝા કે પૈસા પરત ન આપતા પીડિતે આરોપી બ્રહ્મભટ્ટ અજય અને ઠક્કર મેહુલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મહેસાણાના ચૌધરી આશિષ સંગ્રામ ભાઈએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ વધુ હાથ ધરી છે.

આ પણ વાંચો : Mahesana: શંકુઝ સ્કૂલ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી, 100 ફુટ ઉંચા સ્તંભ પર 30 ફુટ ઉંચો અને 20 ફુટ પહોળો રાષ્ટ્રધ્વજ ફરકાવાયો

મહેસાણામાં અમેરિકા જવાની ઘેલછામાં 50 લાખ ગુમાવ્યા હતા

આ અગાઉ મહેસાણાના લીંચ ગામે રતન ગઢપરામાં રહેતા 50 વર્ષીય પટેલ દિનેશકુમાર કાશીરામ કે જેમના પુત્ર સુનીલને અમેરિકા જવાની ઈચ્છા પૂરી કરવા ગમે તેમ કરીને રૂપિયા 50 લાખ ભેગા કર્યા હતા. અને અમદાવાદના બે શખ્શો એ તેમને વિશ્વાસ અપાવતા બંનેને રૂપિયા 50 લાખ આપી પણ દીધા હતા. અમદાવાદના સોલા રોડ પર આવેલા ગૌરવ બંગલોઝમાં રહેતા પટેલ જીનલ રાજેન્દ્રભાઈ અને વસ્ત્રાલના શિવસુખ નગરમાં રહેતા કલ્પેશ વ્યાસે ફરિયાદી પટેલ દિનેશભાઈને વિશ્વાસ આપ્યો હતો કે તેઓ ગમે તેમ કરીને તેમના પુત્ર સુનીલને અમેરિકામાં ઘુસાડી દેશે. પણ દિનેશ પટેલના પુત્ર ને અમેરિકા જવાનું સપનું કદાચ સપનું જ રહી જશે એ એમને નહોતી ખબર.

દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી

અમેરિકા જવા સુનિલને અહીંથી રવાના પણ કરવાંમાં આવ્યો. પણ ત્રણ થી ચાર મહિના દુબઈમાં ગોંધી રાખી તેને માર મરાયો હતો. સુનિલએ તેના પિતાનો સંપર્ક કરતા ગમે તેમ કરીને સુનિલને પરત ઘરે બોલાવી દેવાયો હતો. દિવસો વીતતા ગયા. 26 જૂન 2021 થી લઇ ને અત્યાર સુધી ના તો અમેરિકા જવાનો મેળ પડ્યો કે ના રૂપિયા પરત મળ્યા. દિનેશ પટેલને છેતરામણીનો અહેસાસ થતા પૈસા પરત પણ માંગ્યા પણ મળ્યા માત્ર 5 લાખ અને બાકીના 45 લાખ પરત નહિ આપતા દિનેશ પટેલે મહેસાણાના લાંઘણજ પોલીસ મથકે આ બંને કબૂતર બાજો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:14 am, Mon, 1 May 23