Breaking News: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત

|

Apr 02, 2023 | 1:55 PM

Mehsana: અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે.

Breaking News: અમેરિકામાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારના 4 સભ્યોના મોત

Follow us on

અમેરિકામાં ગેરકાયદે ઘુસણખોરી કરવામાં વધુ કેટલાક ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો છે. જેમા કેનેડાથી અમેરિકા ઘુસણખોરી કરવા જતા મહેસાણાના પરિવારનુ મોત થયુ છે. વિજાપુર તાલુકાના ચૌધરી પરિવારના USA અમેરિકામાં ઘુસણખોરી કરવા જતા મોત થયુ છે. કેનેડાથી અમેરિકા પહોંચવામાં કુલ 8 વ્યક્તિના મોત થયા છે જે પૈકી 4 લોકોનો એક પરિવાર મહેસાણાના વીજાપુર તાલુકાના ડાભલા ગામનો હતો. આ પરિવારના 4 લોકોના મોત થયા છે. જેમા પિતા-પુત્ર અને પુત્રીનું મોત થયુ છે.

કેનેડાથી અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા બોટ પલટી જતા દુર્ઘટના સર્જાઈ હતી. જેમા બોટમાં સવાર 8 લોકોના મોત નિપજ્યા હતા. સેન્ટ લોરેન્સ નદી પાર કરતી વખત બોટ પલટી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. નદીમાં ડૂબનારા 8 લોકોમાં મહેસાણાનો પણ એક ગુજરાતી પરિવાર સામેલ હતો. આ ગુજરાતી પરિવારના 4 લોકોના લોકોના મોત થયા છે અને પરિવારને માળો વીંખાઈ ગયો છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પરિવારના ત્રણ સભ્યોના મોત

મૃતકોમાં ચૌધરી પ્રવિણભાઈ વેલજીભાઈ ઉમર વર્ષ 50, ચૌધરી વિધિ પ્રવિણભાઈ ઉમર વર્ષ 23, ચૌધરી મીત પ્રવિણભાઈ ઉમર વર્ષ 20નો સમાવેશ થાય છે. પરિવારમાં માતા ચૌધરી દક્ષાબેન પ્રવિણભાઈ પણ સામેલ હતા. વતન મહેસાણામાં આ ઘટનાને પગલે ગમગીની છવાઈ ગઈ છે. સમગ્ર ચૌધરી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે. જ

એજન્ટની મદદથી કેનેડાથી અમેરિકા જતા હોવાની પ્રાથમિક માહિતી

ડાભલાના માણેકપુરાના પરિવારનું કેનાડામાં મોત થયુ છે. પરિવાર એજન્ટની મદદથી અમેરિકા જઈ રહ્યો હોવાનૂ સૂત્રો પાસેથી પ્રાથમિક માહિતી મળી છે. સચિન વિહોલ નામના એજન્ટ મારફતે પરિવાર અમેરિકા જતો હતો. જેમા 56 લાખ રૂપિયામાં અમેરિક જવાનુ નક્કી કરાયુ હતુ. જો કે મૃતકના પિતરાઈ જશુભાઈ ચૌધરીના જણાવ્યા મુજબ એજન્ટ વિશે હજુ કોઈ માહિતી મળી નથી. વધુમાં તેમણે જણાવ્યુ કે જો અમને એજન્ટ મળશે તો ચોક્કસ ફરિયાદ કરીશુ. જો કે તેમણે ઘૂસણખોરીની વાતનુ ખંડન પણ કર્યુ અને જણાવ્યુ કે અમારી માહિતી મુજબ પરિવાર માત્ર ફરવા ગયો હતો.

 

 

આ પણ વાંચો: કલોલના ડીંગુચા પરિવારના મૃત્યુના એક વર્ષ બાદ ક્રાઈમબ્રાંચે કબુતરબાજીના કેસમાં અમદાવાદ અને કલોલના બે એજન્ટની કરી ધરપકડ

અમેરિકા જવાની ઘેલછામાં વધુ એક ગુજરાતી પરિવાર પીંખાયો છે. અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતી રહે છે. જેમા અમેરિકા જઈ સ્થાયી થવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ઘુસણખોરી કરતા પણ લોકો અચકાતા નથી. અંદાજે એક વર્ષ પહેલાં કેનેડાથી USમાં ઘૂસતી વખતે ડિંગુચા ગામના પાટીદાર પરિવારના 4 લોકોના હચમચાવી દેતા મોત નીપજ્યાં હતા. ત્યાર બાદ કલોલના છત્રાલનો યુવક મેક્સિકો બોર્ડરથી અમેરિકામાં ઘૂસતી વખતે ઊંચી દીવાલ પરથી નીચે પટકાયો હતો, જેનું ત્યાં જ મોત નીપજ્યું હતું. દરમિયાન વધુ એક ગુજરાતીએ અમેરિકા જવાની લાયમાં જીવ ગુમાવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

 

Published On - 10:26 am, Sun, 2 April 23

Next Article