મહેસાણામાં અટલ ભૂજલ યોજનામાં કોન્ટ્રાકટરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, તળાવ અને જમીનથી અઢી ફુટની ઉંચાઈએ બનાવ્યા રિચાર્જ વેલ

|

Dec 07, 2023 | 11:35 PM

કેન્દ્ર સરકાર દ્વારા અટલ ભૂજળ યોજના હેઠળ ચોમાસાનું પાણી ભૂગર્ભમાં ઉતારવા તૈયાર કરાઈ છે. આ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં 125 ગામોમાં કરોડોના ખર્ચે રિચાર્જ વેલ બનાવાયા છે. પણ અમુક રિચાર્જ વેલ તળાવ અને જમીન સ્તરથી અઢી ફૂટ ઊંચા બનાવાયા છે. હવે સવાલ એ છે કે તળાવ લેવલ અને એનાથી ઉપર જમીન લેવલથી પણ અઢી ફૂટ ઊંચું રિચાર્જ વેલનું લેવલ શું કોઈ ને નજરમાં નહિ આવ્યું હોય ? કે આટલા ઉંચા લેવલે વરસાદનું અઢી ફૂટ ઊંચું પાણી શું પુર આવે એટલે ઉતારવાનું છે?

મહેસાણામાં અટલ ભૂજલ યોજનામાં કોન્ટ્રાકટરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, તળાવ અને જમીનથી અઢી ફુટની ઉંચાઈએ બનાવ્યા રિચાર્જ વેલ

Follow us on

મહેસાણાના પાલજ અને કરશનપૂરા ગામે અટલ ભુજલ યોજના હેઠળ બનાવવામાં આવેલા આ રિચાર્જ વેલ પહેલી નજરે એમ લાગે કે આ રિચાર્જ વેલ નહિ પણ પાણીનો બોર હશે. કારણ કે તળાવ અને જમીન લેવલ થી અઢી ફૂટ ઊંચી પાઇપ જમીનથી ઉંચે સુધી રાખવામાં આવેલી છે. હવે સવાલ એ થાય છે કે જ્યારે વરસાદનું પાણી આવે અથવા તળાવ ઓવરફ્લો થાય ત્યારે જમીનથી અઢી ફૂટ ઊંચે પાણી ક્યારે આવશે અને ક્યારે રિચાર્જ વેલમાં પાણી ભૂગર્ભમાં જશે?

કોન્ટ્રાકટરોએ બુદ્ધિનું દેવાળું ફૂંક્યું

શું અઢી ફૂટ ઊંચું પાણી ભરાય એવું પુર આવે એના માટે આટલું ઊંચું લેવલ રાખવામાં આવ્યું છે ? અને જો ચોમાસાના વહી જતા વરસાદી પાણી ભૂગર્ભમાં ઉતારવા માટે આ રિચાર્જ વેલ.બનાવાયો છે તો એનું લેવલ નીચે કેમ રાખવામાં ના આવ્યું ? આ સવાલો ગ્રામજનોને પણ સતાવી રહ્યા છે. ગ્રામજનોને સવાલ થાય છે કે રિચાર્જ વેલ બનાવનાર એજન્સી કે કોન્ટ્રાકટરની બુદ્ધિ નું દેવાળું ફૂંકાઈ ગયું હશે ? શું વેલ તૈયાર થયા બાદ અધિકારીઓને પણ આ લેવલ નજરે ના ચડ્યું ?

રૂપિયા 20 લાખના ખર્ચે બનાવેલ રિચાર્જ વેલ શું કામનો ?

કેન્દ્ર સરકારની અટલ ભૂજળ યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં રૂપિયા 25 કરોડના ખર્ચે 125 ગામોમાં રિચાર્જ વેલ તૈયાર કરાયા છે. આ રિચાર્જ વેલ 100 થી 180.મીટર ઊંડા બનાવાયા છે. જે એક રિચાર્જ વેલ રૂપિયા 15 થી 20 લાખના ખર્ચે તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે પૈકી મહેસાણાના પાલજ અને કરશનપૂરા ગામે તૈયાર કરવામાં આવેલા આ બે રિચાર્જ વેલ નું લેવલ તળાવ અને જમીનથી અઢી ફૂટ ઊંચે રાખતા ચર્ચાનો વિષય બની ગયો છે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

ગ્રામજનો કહેશે અથવા કોઈ સુધારો લાગશે તો લેવલ નીચું લાવવાની અધિકારીઓ એ કરી વાત

આ રિચાર્જ વેલ બંને ગામોમાં 11 મહિના પહેલા તૈયાર થઈ ગયા હતા. એટલે કે ગત ચોમાસામાં વરસાદી પાણી વહી ગયું પણ ટીંપુ એ રિચાર્જ વેલમાં ના ગયું. એતો ઠીક નર્મદાના નીર થી ગામ તળાવ ઓવર ફ્લો થઈ જાય છે પણ એક ટીંપુ એ પાણી આ રિચાર્જ વેલમાં નથી ગયું. આ મામલે અટલ ભૂજળ યોજનાના નોડલ ઓફિસર નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, ચોમાસાનું પાણી અને નર્મદાનું પાણી નું લેવલ જળવાય એ રીતે લેવલ રખાયા છે. ચોમાસામાં ડહોળું પાણી ભૂગર્ભ માં ના જાય એટલે લેવલ.ઊંચે રખાય છે. આમ છતાં ગ્રામજનો કહેશે તો પાઇપનું લેવલ નીચે લાવી દઈશું.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકામાં વ્હાઈટ કોલર બુટલેગરનો પર્દાફાશ, આયુર્વેદિક દવાના નામે ચાલતો હતો નશાનો કારોબાર, 45 લાખનો મુદ્દામાલ જપ્ત – વીડિયો

આમ, એક તરફ સરકાર દ્વારા ચોમાસાનું વહી જતું પાણી જળ સ્તર ઉંચા લાવવા ભૂગર્ભમાં ઉતારવા કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે. તો બીજી તરફ યોજનાનું કામ કરનાર કોન્ટ્રાકટર જાણે બુદ્ધિ ઘરે મૂકીને આવતા હોય એમ કામ કરે છે. ગત ચોમાસામાં એક પણ ટીંપુ રિચાર્જ વેલમાં ગયું નથી. ત્યારે પાઈપનું લેવલ નીચે લેવાય તો તળાવનું ઓવર ફલો થતું પાણી તો હાલમાં ભૂગર્ભમાં ઉતરે અને આવતા ચોમાસે પણ વરસાદનું વહી જતું પાણી વ્યર્થ વહી ના જાય અને ભૂગર્ભમાં ઉતરે.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article