બ્રેકિંગ ન્યૂઝ : પ્રવાસ માટે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 21 ઇજાગ્રસ્ત

|

Jan 11, 2024 | 2:34 PM

મહેસાણાના ખેરાલુની શ્રી સી એન વિધ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના બાળકો પ્રવાસે ગયા હતા. પ્રવાસ ગયેલી વિસનગરની બે લકઝરી બસ પૈકી એક બસને અકસ્માત નડ્યો છે. સ્કૂલના શિક્ષકો પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ : પ્રવાસ માટે રાજસ્થાન ગયેલા મહેસાણાના વિદ્યાર્થીઓની બસનો ગમખ્વાર અકસ્માત, બેના મોત, 21 ઇજાગ્રસ્ત

Follow us on

મહેસાણાથી પ્રવાસ માટે ગયેલી એક શાળાના વિદ્યાર્થીઓની બસને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો છે. રાજસ્થાનના સુમેરપુર નજીક લક્ઝરી બસનો અકસ્માત થયો છે. વિદ્યાર્થીઓથી ભરેલી આ બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. સાથે જ અકસ્માતમાં 21 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

અકસ્માતમાં બે લોકોના થયા મોત

મહેસાણા જિલ્લાના ખેરાલુમાં આવેલી શ્રી સી.એન. વિદ્યાલય ચોટીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસ માટે રાજસ્થાન ગયા હતા.શાળાના વિદ્યાર્થીઓને બે ખાનગી બસોમાં પ્રવાસ માટે લઇ જવામાં આવ્યા હતા. જો કે પ્રવાસે ગયેલી બે બસ પૈકી એક બસને રાજસ્થાનના સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સ્કૂલના બાળકોથી ભરેલી બસ ટ્રક પાછળ ઘુસી ગઇ હતી.આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે.જ્યારે 21 લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે.

સુમેરપુર પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી

મળતી માહિતી પ્રમાણે વિદ્યાર્થીઓની બસને વહેલી સવારે સુમેરપુર નજીક અકસ્માત નડ્યો હતો. સાઇડમાં ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી ગઇ હતી. અકસ્માત થતા રોડ પર ટ્રાફિકની સમસ્યા સર્જાઇ હતી. આસપાસના લોકોએ અકસ્માત અંગે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. જાણ થતા જ સુમેરપુર પોલીસ સ્થળ પર આવી હતી. આ સાથે જ એમ્બ્યુલન્સને પણ તાત્કાલિક સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી.

Buttermilk: ઉનાળામાં દરરોજ છાશ પીવાના ફાયદા શું છે?
Plant in pot : એલોવેરાના પાન સુકાઈ જાય છે ? છોડના સારા ગ્રોથ માટે અપનાવો આ ટીપ્સ
Alcohol: દારૂ પીધા પછી દુર્ગંધ કેમ આવે છે?
Spider Web: ઘરમાં કરોળિયાનું જાળુ બનાવવું શુભ છે કે અશુભ? જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 28-03-2025
SRHની હાર બાદ કાવ્યા મારનને આવ્યો ગુસ્સો

ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા

વધુમાં માહિતી છે કે આ અકસ્માતમાં શિક્ષકો ઇજાગ્રસ્ત થયા છે. એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને નજીકની સિરોહીની શિવગંજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:09 pm, Thu, 11 January 24