MEHSANA : વડનગરમાં કેપ્સ્યુઅલ આકારનું સ્ટ્રક્ચર મળ્યું, સ્ટ્રક્ચર આશરે તેરસો વર્ષ જૂનું હોવાનો અંદાજ

|

Dec 04, 2021 | 2:08 PM

મહેસાણા જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલા અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલા જમીનમાં સંશોધનની કામગીરીમાં એક 2 હજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો હતો.

MEHSANA : જિલ્લાના વડનગરમાં કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળ્યું છે. ખોદકામ દરમિયાન કેપ્સ્યુલ આકારનું સ્ટ્રક્ચર મળ્યું છે. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ ઉત્ખલન શાખા દ્વારા જે ઉત્ખનનનું કામ ચાલી રહ્યું છે. જેમાં આ સ્ટ્રકચર મળ્યું છે. જે 1300 વર્ષથી 2000 વર્ષ જૂનું સ્ટ્રક્ચર હોવાનો અંદાજ છે. અહીંયા જે તે સમય અહીંયા ધાર્મિક વિધિ થતી હોઈ શકે છે. ભારતમાં આવા બીજા 3 સ્થળે કોષાંબી, રાજગુરુ , નાગરજૂન કુંડમાં આવા સ્ટ્રક્ચર મળી આવ્યા હતા.

આ પહેલા પણ વડનગરમાં ઐતિહાસિક ધરોહરના પુરાવા મળી આવ્યા છે.

મહેસાણા જિલ્લામાં આવેલી ઐતિહાસિક ધરોહર એવા વડનગરમાં કેન્દ્રીય પુરાતત્ત્વ વિભાગ દ્વારા ઉત્ખનન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ત્યારે તાજેતરમાં વડનગરમાં આવેલા અમરથોળ વિસ્તારમાં ચાલી રહેલા જમીનમાં સંશોધનની કામગીરીમાં એક 2 હજાર વર્ષ જૂનો કોટ મળી આવ્યો હતો. જે 1 કિ.મિ જેટલો લાંબો હોવાનું અનુમાન છે. અહીંથી અન્ય સ્ટ્રક્ચર મળી આવ્યા હતા. જ્યારે અહીં પહેલા કોઈ પ્રજાતી વસવાટ કરતી હોય તેમ કેટલાક સ્ટ્રક્ચર પણ મળી આવ્યા હતા. જેમાં ગટર તેમજ દીવાલ સહિતના આકારો જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત બૌદ્ધ મઢ અને બૌદ્ધ વિહાર સહિતના અવશેષો મળી આવ્યા છે. પુરાતત્વ વિભાગને અહીંથી જમીનમાં ખોદકામ કરતા કેટલાક વર્ષો જુના સિક્કા સહિતના અવશેષો મળી આવ્યા હતા. મહત્વનું છે કે જમીનમાંથી મળતી ચીજ વસ્તુઓએ પૌરાણિક હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે, પરંતુ ચોક્ક્સપણે અવશેષો શું છે અને કેટલા પૌરાણિક છે તે જાણવા માટે તમામ મળી આવેલા અવશેષોને પરીક્ષણ માટે મોકલી અપાયા હોય છે.

Next Video