મહેસાણા : કડી માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી શરૂ, ખેડૂતોને કપાસનો સારો ભાવ મળતા ખુશી

|

Oct 18, 2021 | 6:42 PM

કડી માર્કેટયાર્ડમાં આજથી કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે. હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને કપાસનો સારો એવો ભાવ મળ્યો હતો. ખેડૂતોને મણે 1,570થી 1,621નો ભાવ મળ્યો હતો.

કડી માર્કેટયાર્ડમાં આજથી કપાસની હરાજી શરૂ થઈ ગઈ છે. હરાજીના પ્રથમ દિવસે જ ખેડૂતોને કપાસનો સારો એવો ભાવ મળ્યો હતો. ખેડૂતોને મણે 1,570થી 1,621નો ભાવ મળ્યો હતો. કડી માર્કેટયાર્ડમાં 20 ટન જેટલી કપાસની આવક થઈ હતી. ગત વર્ષે કોરોનાકાળની અસરના કારણે કડીના માર્કેટયાર્ડમાં કપાસની ઓછી આવક થઈ હતી તો આ વર્ષે કોરાનાકાળ બાદ ઉદ્યોગો ફરીથી ધમધમતા ખેડૂતો કપાસનો સારો ભાવ મળે તેવી આશા રાખી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે કૃષિ કાયદામાં સુધારો થતા હવે ખેડૂત પણ પોતાની જણસીનું મરજી મુજબ વેચાણ કરી શકે છે જેથી ચાલુ વર્ષે બીજી રાજ્યોમાંથી પણ કડી કોટન માર્કેટમાં આવક વધશે તેવી આશાઓ સેવાઈ રહી છે.

નોંધનીય છેકે કડી શહેર કોટન સિટી તરીકે નામના ધરાવે છે. અને, કડી શહેરમાં મોટાભાગના ઉદ્યોગો કપાસને લગતા છે. જેને કારણે કોરોના બાદ કપાસનું પ્રથમવાર મબલખ ઉત્પાદન થતા કોટનના ઉદ્યોગકારો પણ સારા વરસની આશા સેવી રહ્યાં છે. અને, કોટનના સારા ઉત્પાદન અને સારા ભાવોને કારણે ખેડૂતોમાં પણ ખુશાલીનો માહોલ છે. ત્યારે મહેસાણાના ખેડૂતોની દિવાળી આ વરસે સારી રહે તેવી આશા સેવાઇ રહી છે.

 

આ પણ વાંચો : મેન્ટર ધોનીએ વિરોધી ખેલાડીઓને શાનદાર તૈયારીઓ કરાવી, ટીમ ઈન્ડિયાને દૂધ પાઈને સાપ ઉછેરવા જેવું ન થાય: Josh Hazlewood

આ પણ વાંચો : Surat : ડિસેમ્બરના અંત સુધીમાં ડ્રિમ સિટીના પહેલા ફેઝનું કામ પૂર્ણ થશે, વડાપ્રધાનને આવકારવા ગુજરાતનો શ્રેષ્ઠ ગેટ પણ તૈયાર કરાશે

Next Video