Mehsana: કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ભાગ્યો, ચાની કિટલી અને દુકાનોમાં બિન્દાસ ફર્યો, જાણો પછી શું થયુ ?

|

Jan 01, 2022 | 3:42 PM

કોરોના સંક્રમિત હોવા છતા દર્દી હોસ્પિટલમાં અન્ય વોર્ડ તેમજ કેટલી દુકાનોમાં કોના કોના સંપર્કમાં આવ્યો તેની કોઇ પુરતી માહિતી નથી.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે હાલમાં ખૂબ જ ઓછા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુરિયાત રહે છે. જો કે મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના એક દર્દીને હોસ્પિટલના બધા સ્ટાફને દોડતા કર્યા હતા. કોરોનાનો દર્દી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો.

દર્દી ચાની કિટલી અને દુકાનોમાં બિન્દાસ ફર્યો

એક તરફ કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. બીજી તરફ સરકાર તરફથી જાહેર કરાયેલી કોરોના ગાઇડલાઇનની જનતાને જાણે પરવાહ જ ન હોય તેવુ લાગી રહ્યુ છે. મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ એક કોરોનાના દર્દીએ પણ આવી જ રીતે હોસ્પિટલના સ્ટાફને દોડતા કરી દીધા હતા.

કોરોનાનો દર્દી હોસ્પિટલમાથી કોરોના વોર્ડ છોડીને ભાગી ગયો હતો. હોસ્પિટલના સ્ટાફ દ્વારા તપાસ કરાતા તે ચાની કિટલી અને નાસ્તાની દુકાનમાં ફરતો હોવાની જાણકારી મળી હતી. કોરોના સંક્રમિત હોવા છતા તે હોસ્પિટલમાં અન્ય વોર્ડ તેમજ કેટલી દુકાનોમાં કોના કોના સંપર્કમાં આવ્યો તેની કોઇ પુરતી માહિતી નથી.

પોલીસની મદદથી દર્દીને પકડી પડાયો

દર્દી કોરોના વોર્ડમાંથી ભાગી જતા હોસ્પિટલના સ્ટાફે પોલીસની મદદ લેવી પડી હતી. હોસ્પિટલ સ્ટાફ અને પોલીસે સાથે મળીને કોરોનાગ્રસ્ત દર્દીને પકડી ફરી દાખલ કર્યો. હાલમાં તો તે કેટલા લોકોના સંપર્કમાં આવ્યો તેની કોઇ જ જાણકારી નથી. જો કે જે સ્થળોએ તે ગયો હતો તેમની માહિતી મેળવીને તે સ્થળો પર લોકોના ટેસ્ટિંગ કરવામાં આવશે.

 

આ પણ વાંચોઃ અમદાવાદ શહેરમાં કોરોના બ્લાસ્ટ, છેલ્લા 10 દિવસમાં 1883 કેસ નોંધાયા

આ પણ વાંચોઃ BHARUCH : ભરૂચમાં શાળા અને સરકારી કચેરીમાં કોરોનાની એન્ટ્રી , સ્કૂલને સેનેટાઇઝ કરી 15 દિવસ શિક્ષણ કાર્ય બંધ કરાયું

Next Video