Mehsana : સીએમ ભૂપેન્દ્ર પટેલ સાલડી ગામની મુલાકાતે, જિલ્લાના અધિકારીઓને કરી કંઇક આવી ટકોર

|

Oct 08, 2021 | 12:53 PM

સીએમ ભૂપેન્દ્ર પટેલે સાલડી ગામમાં એક સભાને સંબોધિત કરતા જિલ્લાના અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે "વિકાસ બરાબર કરજો આ ગામ મારું સાસરું છે. ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે."

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે મહેસાણા જિલ્લાના સાલડી ગામની મુલાકાત લીધી હતી. સાલડી ગામમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો સન્માન સમારોહ યોજાયો હતો. આ બાદ એક સભાને સંબોધિત કરતા સીએમ ભૂપેન્દ્ર પટેલે જિલ્લાના સરકારી અધિકારીઓ મામલે એક ટકોર કરી હતી.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી ટકોર

સીએમ ભૂપેન્દ્ર પટેલે સાલડી ગામમાં એક સભાને સંબોધિત કરતા જિલ્લાના અધિકારીઓને ટકોર કરતા કહ્યું કે “વિકાસ બરાબર કરજો આ ગામ મારું સાસરું છે. ધર્મનો માર્ગ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ છે.જે વ્યક્તિ ધર્મના રસ્તે ચાલે છે તે ખૂબ આગળ જાય છે. આપણી ભાષા તો પટેલની. ઘણીવાર ગામડામાં સાંભળવા મળે કે જવા દે ને કરોડ પતિ છે પણ છૂટતું નથી.પાચીયું ય છૂટે નહીં એવા લોકો માટે મને થાય કે પૈસા ભેગા કરીને કરશે શું”

નોંધનીય છેકે ગઇકાલે ભરૂચ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક નિવેદન આપ્યું. તેમણે હાસ્યાસ્પદ શૈલીમાં કહ્યું કે “મંત્રી જો નવો-નવો હોય તો તેને ઉત્સાહ હોય, પણ ધીમેધીમે આજુબાજુથી લાફા પડતા રહે તો તેનો ઉત્સાહ ઓછો થઇ જાય છે” તેમણે લોકોને સંબોધતા એમ પણ કહ્યું કે “મને વિશ્વાસ છેકે તમે અમને લાફો નહીં મારો પણ અમને શીખવાડશો” 

 

આ પણ વાંચો : Surat : બર્થ-ડે પાર્ટીમાં બાર ડાન્સરના ઠુમકા પર ચલણી નોટોનો વરસાદ, વીડિયો થયો વાયરલ

આ પણ વાંચો :  પહેલા નોરતે નાની બહેનનું અવસાન, સામે માતાજીની માંડવી સજાવવાની જવાબદારી, આ બે ભાઈઓની વાત તમને રડાવી દેશે

Next Video