મારી ક્યારેય ધરપકડ થઈ નથી, મને બદનામ કરવાનું કાવતરૂ: હેમંત ચૌહાણ

કથિત ઓડિયોક્લીપ મામલે જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણની ધરપકડ અને જામીન પર મુકિત થયાના સમાચાર વહેતા થયા બાદ આજે હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરી છે. હેમંત ચૌહાણે જણાવ્યું હતુ કે શિવ સ્ટુડિયો દ્વારા મને બદનામ કરવામાં આવી રહ્યો છે. કથિત ઓડિયો ક્લીપ મામલે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. જેથી ફરિયાદ અને ધરપકડનો કોઈ સવાલ જ રહેતો નથી. […]

મારી ક્યારેય ધરપકડ થઈ નથી, મને બદનામ કરવાનું કાવતરૂ: હેમંત ચૌહાણ
ફાઈલ ફોટો
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:09 PM

કથિત ઓડિયોક્લીપ મામલે જાણીતા ગાયક કલાકાર હેમંત ચૌહાણની ધરપકડ અને જામીન પર મુકિત થયાના સમાચાર વહેતા થયા બાદ આજે હેમંત ચૌહાણે સ્પષ્ટતા કરી છે. હેમંત ચૌહાણે જણાવ્યું હતુ કે શિવ સ્ટુડિયો દ્વારા મને બદનામ કરવામાં આવી રહ્યો છે. કથિત ઓડિયો ક્લીપ મામલે હાઈકોર્ટે સ્ટે આપ્યો છે. જેથી ફરિયાદ અને ધરપકડનો કોઈ સવાલ જ રહેતો નથી. આ વિવાદ જૂનો છે, જો કે થોડા થોડા દિવસે મને કોઈના કોઈ રીતે હાનિ પહોંચાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આ માટે મેં પોલીસની મદદ પણ લીધી છે, મહત્વનું છે કે ગઈકાલે શિવ સ્ટૂડિયો દ્વારા આ અંગે એક પ્રેસનોટ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં હેમંત ચૌહાણની ધરપકડના સમાચાર આપવામાં આવ્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:43 pm, Thu, 3 September 20