Weather update: વરસાદી ઝાપટાં વચ્ચે રાજ્યના આ શહેરોમાં ઊંચો જશે ગરમીનો પારો, જાણો તમારા શહેરનું હવામાન?

|

Oct 08, 2022 | 6:30 AM

બદલાયેલા હવામાનને કારણે ફરી એક વાર ગુજરાતમાં  (Gujarat weather) જતું જતું ચોમાસું પણ વરસી રહ્યું છે અને ઠંડી ગરમી તથા વરસાદ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે તમારા શહેરમાં કેવું તાપમાન રહેશે અને વરસાદ પડશે કે નહીં તે જાણી લો

Weather update:  વરસાદી ઝાપટાં વચ્ચે રાજ્યના આ શહેરોમાં ઊંચો જશે ગરમીનો પારો,  જાણો તમારા શહેરનું હવામાન?
Gujarat Weather

Follow us on

હવામાન વિભાગના  (IMD) જણાવ્યા પ્રમાણે  લો પ્રેશર અને સાયક્લોનિક સરક્યુલેશનની  (Cyclonic circulation ) અસર યથાવત છે. ટર્ફ લાઈન આંધ્ર પ્રદેશના લો પ્રેશરવાળા વિસ્તારથી પર બીજા ચક્રવાત સુધી પસાર થઈ રહી છે. બદલાયેલા હવામાનને કારણે   ફરી એક વાર ગુજરાતમાં  (Gujarat weather) જતું જતું ચોમાસું પણ વરસી રહ્યું છે અને ઠંડી, ગરમી તથા વરસાદ એમ ત્રણ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે આજે તમારા શહેરમાં કેવું તાપમાન રહેશે અને વરસાદ પડશે કે નહીં તે જાણી લો

અમદાવાદમાં પડી શકે છે સામાન્ય ઝાપટાં

અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ 74 ટકા ભેજ સાથે બફારો તેમજ વાદળછાયા વાતાવરણમાં અકળામણ થઈ શકે છે તેમજ સામાન્ય વરસાદી ઝાપટા પડવાની પણ શકયતા છે. તો અમરેલીમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. અહીં વરસાદની સહેજ પણ શકયતા નથી પરંતુ વાતાવરણ વાદળછાયું જોવા મળશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદી ઝાપટા શહેરીજનોને પરેશાન કરી શકે છે તો ઉત્તર ગુજરાતના  (North Gujarat) અરવલ્લીમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વરસાદ થવાની આંશિક શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે તો બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. સાથે જ 79 ટકા ભેજ સાથે વાદળછાયું વાતાવરણ અને આંશિક વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે બોટાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ હવામાન વિભાગે સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી કરી છે.

છોટા ઉદેપુરમાં જોવા મળશે વરસાદી વાતાવરણ

છોટા ઉદેપુરમાં  (Chhota udepur) મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. અને 85 ટકા ભેજ સાથે વરસાદી ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. તો દાહોદમાં વાદળછાયા વાતાવરણ સાથે વરાસદ ખાબકશે તેમજ શહેરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 23 ડિગ્રી રહેશે. તો દક્ષિણ ગુજરાતના ડાંગમાં વરસાદ ખાબકશે અને ફરી એક વાર આ ડાંગમા આહલાદક વાતાવરણનો અનુભવ થશે. અહીં મહત્તમ તાપમાન 28 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 22 ડિગ્રી રહેશે.તો દેવબૂમિ દ્વારકામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. સાથે જ વાદળછાયા વાતાવણમાં બફારાનો પણ અનુભવ થશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પાટનગર ગાંધીનગરમાં આંશિક વરસાદની આગાહી

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંશિક વરસાદી ઝાપટા પડવાની આગાહી છે તે સાથે જ મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો જામનગરમાં 35 મહત્તમ તાપમાન ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. જ્યારે જૂનાગઢમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તો કચ્છમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 28 ડિગ્રી રહેશે. તેના કારણે કચ્છવાસીઓને ગરમીનો અનુભવ થઈ શકે છે.

ખેડા અને મહેસાણામાં થઈ શકે હળવો વરસાદ

ખેડા  (Kheda) તેમજ મહીસાગર અને મહેસાણા જિલ્લામાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે છે. ખેડાનું મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તો મહિસાગરનું મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે મોરબીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે.

નર્મદા અને નવસારીમાં ભારેથી હળવા વરસાદી ઝાપટા

નર્મદા જિલ્લામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. તો નવસારી જિલ્લામાં મહત્તમ તાપામાન 30 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે પંચમહાલમાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે પાટણમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનતમ 26 તાપમાન ડિગ્રી રહેશે. તો પોરબંદરમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 27 ડિગ્રી રહેશે. તો રાજકોટમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે.તેમજ અહીં વરસાદની કોઈ શકયતા નથી. તો સુરતમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. જયારે વડોદરામાં મહત્તમ તાપમાન 32 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 25 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 26 ડિગ્રી રહેશે. તેમજ વડોદરા વલસાડ અને તાપીમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ વરસી શકે છે.

(નોંધ : આ માત્ર પ્રાથમિક અનુમાન છે,તેમાં ફેરફાર આવી શકે છે.)

 

Next Article