સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ

|

Feb 13, 2022 | 7:29 PM

ધો.12ની વિદ્યાર્થિની પરીક્ષાનું પેપર આપી ગામ પાછી ફરી રહી હતી ત્યારે ગામનો જ યુવાન બાઈક લઈને આવ્યો હતો અને લિફ્ટ આપી રસ્તામાં બાઈક જંગલમાં હંકારી ગયો હતો ત્યાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચરી તેની હત્યાની કોશિશ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો

સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ બાદ હત્યા કરવાનો પ્રયાસ, હોસ્પિટલમાં દાખલ કરાઈ
સંતરામપુરમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો

Follow us on

સંતરામપુરના એક ગામની વિદ્યાર્થિની સ્કૂલમાં પેપર આપી પોતાના ગામ પાછી ફરી રહી ત્યારે અક નરાધમે જંગલમાં ઉઠીવી જઈ તેના પર દુષ્કર્મ આચર્યા બાદ હત્યા કરવાની કોશિશ કરી હતી. નરાધમે વિદ્યાર્થિનીનું ગળુ દબાવી અને પથ્થરો મારીતેને  મારી નાખવાની કોશિશ કરી હતી.

ધો.12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પરીક્ષાનું પેપર આપી પોતાના ગામ પાછી ફરી રહી હતી ત્યારે ગામના જ દિપક ઉર્ફે દાજી ભલા પગી બાઈક લઈને આવ્યો હતો અને ગામ સુધી લિફ્ટ આપવાનું કહી વિદ્યાર્થીનીને લઈને નીકળ્યો હતો પરંતુ રસ્તામાં તેણે બાઈક જંગલમાં વાળી લઈ ત્યાં વિદ્યાર્થિની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું અને વિદ્યાર્થિનીની હત્યાની કોશિશ કરી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

વિદ્યાર્થિનીએ જંગલની બહાર આવી રોડ પર જતા લોકોને સમગ્ર ઘટના જણાવતા તેના માતા-પિતાને જાણ કરી હતી. જેથી તેના માતા-પિતા ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને લુણાવાડાની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી આપી હતી.

ક્રિકેટરની પત્ની વાઇન ટેસ્ટ કરીને કમાય છે લાખો રુપિયા
આ લોકોએ ઠંડા પીણાં ન પીવા જોઈએ, બગડી શકે છે સ્વાસ્થ્ય
Plant in pot : આ 3 છોડ ઘરની શોભામાં ચાર ચાંદ લગાવશે
KKRના 23.75 કરોડ રૂપિયા પાણીમાં ગયા !
ડાલામથ્થા ક્યા બે પ્રાણીનો શિકાર ક્યારેય નથી કરતો?
RCBએ રચ્યો ઈતિહાસ, બધી ટીમોને પાછળ છોડી દીધી

આ અંગે સંતરામપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે ઉજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી તેનું મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ  Rajkot: એઇમ્સ સુપર સ્પેશિયાલિસ્ટ ઓપીડી ડિસેમ્બર 2022થી શરૂ થશે, એઇમ્સ સુધી પહોંચવા માટે ખાસ બસની વ્યવસ્થા કરાશે

આ પણ વાંચોઃ Surat : યુવતીની જાહેરમાં હત્યા, પોલીસે કહ્યું ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે