Mahisagar : ભારે પવન સાથે વરસાદની શરૂઆત, ખેડૂતોમાં ખુશીની લહેર

|

Sep 07, 2021 | 7:08 PM

મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જેમાં સમગ્ર જિલ્લામાં વીજળી અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે

ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્ય ભરમાં વરસાદની શરૂઆત થઈ છે. જેમાં મહીસાગર જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જેમાં સમગ્ર જિલ્લામાં વીજળી અને પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જિલ્લામાં લુણાવાડા, સોનેલા, વીરણીયા, સંતરામપુર, કડાણા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.

તેમજ લાંબા વિરામ બાદ ખેડૂતોમાં આનંદ લાગણી છવાઈ છે . તેમજ વરસાદ આવતા મકાઈ, જાર, સુઢીયુ સહિત પાકને જીવતદાન મળ્યું છે. તેમજ અત્યાર સુધી જિલ્લામાં 1 લાખ હેક્ટરમાં વાવેતરમાં વરસાદ આવતા રાહત થઈ છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 7, 8 અને 9 સપ્ટેમ્બરે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત , દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.

તેમજ અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે દરિયા કિનારાના જિલ્લામાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. જેમાં રાજ્યના અત્યાર સુધી 50 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. તેમજ છેલ્લા ચાર દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે .

જેના લીધે ડેમો અને નદીઓમાં નવા નીર પણ આવ્યા છે. તેમજ વરસાદની ઘટ પણ ઘટી છે. જ્યારે ગુજરાતના આગામી પાંચ દિવસમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

આ પણ વાંચો : Central Cabinet Meeting: બુધવારે PM MODIની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, ટેલિકોમ સેક્ટરને લઈને થઈ શકે છે મોટુ એલાન

આ  પણ વાંચો: RAJKOT : કરોડોનું કૌંભાડ આચરનાર રામેશ્વર સહકારી મંડળીની 12 મિલકતો સરકાર ટાંચમાં લેશે

Published On - 7:01 pm, Tue, 7 September 21

Next Video