MAHISAGAR : લુણાવાડાના ડબલ મર્ડરનો ભેદ ઉકેલાયો, મિત્રએ જ હત્યા કર્યાનું ખુલ્યું

|

Aug 10, 2021 | 10:46 PM

5 ઓગસ્ટના રોજ લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગોલાના પાલ્લા ગામે ડબલ મડરનો બનાવ બન્યો હતો. જેમા મૃતક ત્રિભોવનભાઈ સબુરભાઈ પંચાલ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને પંચાલ સમાજના આગેવાન હતા.

MAHISAGAR : જિલ્લાના લુણાવાડા તાલુકાનાં ગોલાના પાલ્લા ગામે ચકચારી મચાવી દેનાર ડબલ મર્ડર કેસનો ભેદ પોલીસે આજે છઠ્ઠા દિવસે ઉકેલી કાઢ્યો છે.ઉછીના આપેલ માત્ર વીસ હજાર જેવી રકમની વારંવાર ઉઘરાણીથી અપમાનિત થઈ ઉશ્કેરાયેલા ગામના જ ભીખા પટેલ નામના ઇસમે વૃધ્ધ દંપતીની ઘાતકી હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખૂલ્યું છે.

5 ઓગસ્ટના રોજ લુણાવાડા પોલીસ મથક વિસ્તારમાં આવેલ ગોલાના પાલ્લા ગામે ડબલ મડરનો બનાવ બન્યો હતો. જેમા મૃતક ત્રિભોવનભાઈ સબુરભાઈ પંચાલ જિલ્લા ભાજપના કારોબારી સભ્ય અને પંચાલ સમાજના આગેવાન હતા.

મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિત પ્રદેશ અધ્યક્ષે સમગ્ર ઘટનાની ગંભીર નોંધ લેતા પોલીસને યોગ્ય તપાસના આદેશ આપ્યા હતા. મહીસાગર પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી.પોલીસ દ્વારા ડોગ સ્કોડ અને ફીગરપ્રિન્ટ એક્સપર્ટની પણ મદદ લેવામાં આવી હતી.

સઘન પોલીસ તપાસના આધારે હત્યાના આરોપી ભીખા ધૂળા પટેલની ધરપકડ કરી ત્રિભુવનભાઈનો મોબાઈલ તેમજ હથિયાર કબજે કર્યું હતું. આરોપીએ ઉછીના લીધેલા વીસ હજાર રૂપિયાની ત્રિભોવનભાઈની વારંવાર ઉઘરાણી કરાતા મૃતક દ્વારા આરોપીને અપમાનિત થાય તેવી ભાષા વાપરી હતી. જેથી આરોપી ભીખાભાઈને લાગી આવતા હત્યા કરી હોવાનું કબૂલ્યું.

પોલીસ દ્વારા ભીખા પટેલને મર્ડર કઈ રીતે કર્યું તેનું રીકન્સ્ટ્રકશન કરવા ઘટના સ્થળે લાવવામાં આવ્યો હતો. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Next Video