Mahisagar : ભારે વરસાદના પગલે હાઈવેની આસપાસના પુરાણનું ધોવાણ, નાળુ બેસી જવાની ભીતિ

|

Jul 02, 2022 | 5:57 PM

મહીસાગર(Mahisagar)  જીલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જ્યારે લીમડીયા થી મુનપુર ને જોડતા સ્ટેટ હાઇવે ના જે મોટા ખાનપુર ગામના છેડે નાળા પાસે કરવામાં આવેલ પુરાણ ધોવાઈ જવાના  કારણે રોડ અને નાળુ બેસી જવાની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે

Mahisagar : ભારે વરસાદના પગલે હાઈવેની આસપાસના પુરાણનું ધોવાણ, નાળુ બેસી જવાની ભીતિ
Mahisagar Heavy Rain Erosion around highways

Follow us on

ગુજરાતમાં(Gujarat)  સારા વરસાદની (Rains) શરૂઆત થઈ છે ત્યારે મહીસાગર(Mahisagar)  જીલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે અને પ્રથમ વરસાદમાં વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરીની પોલ ખૂલવાની પણ શરૂઆત થઈ છે વાત છે ખાનપુર તાલુકાની જ્યાં થોડા સમય અગાઉ જ લીમડીયા થી મુનપુર સુધીનો સ્ટેટ હાઇવે બનાવવામાં આવ્યો હતો પરંતુ મોટા ખાનપુર થી થોડેક આગળ નાળા ની પાસે અને રોડ સાઈડ માં કરવામાં આવેલું પુરાણ ધોવાઈ ગયું અને મસમોટા ખાડાનું નિર્માણ થયું છે.પ્રથમ વરસાદે જ સ્ટેટ હાઇવે માં થયેલી કામગીરી ની પોલ સામે આવી છે અગાઉ પણ નાળુ બે વાર તૂટ્યું હતું અને હવે રોડની સાઈડો માં કરવામાં આવેલું પુરાણ ધોવાઈ ગયું છે.

રોડ અને નાળુ બેસી જવાની ભીતિ

જેમાં લીમડીયા થી મુનપુર ને જોડતા સ્ટેટ હાઇવે ના જે મોટા ખાનપુર ગામના છેડે નાળા પાસે કરવામાં આવેલ પુરાણ ધોવાઈ જવાના  કારણે રોડ અને નાળુ બેસી જવાની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે . તેમજ અહિયાં કોઈ અજાણ્યું વાહન પસાર થયું હોય અથવા રાત્રે પાર્ક કરેલ હોત તો મોટી હોનારત પણ સર્જાઈ શકે તેમ હતું.

માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓના ઉડાઉ જવાબ

સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ રોડ 3 થી 4 માસ અગાઉ જ બનાવવામાં આવ્યો છે અને તેનું રોડ સાઈડના પુરાણ નું કામ તો એનાથી પણ ઓછા સમયમાં કરવામાં આવ્યું છે પરંતુ ભ્રષ્ટાચાર ની ભેટ ચડેલા પુરાણ કામે પ્રથમ વરસાદે જ સમગ્ર કામગીરીની પોલ ખોલી નાખી છે અગાઉ પણ બે વખત નાળુ બેસી ગયું હતુ ત્યારે કામગીરી પર સવાલ થઈ રહ્યા છે ખરેખર આ થયેલ કામગીરી નું ઇન્સ્પેક્શન થયું કે કેમ અથવા આ કામગીરી ને પૂર્ણ જાહેર કરી તો કેવી રીતે કરી જોકે સરકારી આંકડા મુજબ ખાનપુર તાલુકામાં  સામાન્ય વરસાદ પડ્યો છે. ત્યારે જો અહિયાં એક સાથે વધારે  વરસાદ પડે તો રોડ પણ ધોવાઈ જાય તો નવાઈ નહીં આ સંદર્ભે જ્યારે જિલ્લાના માર્ગ અને મકાન વિભાગના અધિકારીનો જ્યારે સંપર્ક કરવામાં આવ્યો તો બહાર  છું આવું ત્યારે તપાસ કરીને  કહીશ તેવા ગોળ ગોળ જવાબ આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો

(With Input Bhupendra Solanki , Mahisagar) 

Published On - 5:02 pm, Sat, 2 July 22

Next Article