Mahi Sagar : જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, ખેડૂતો ખુશખુશાલ

|

Jul 25, 2021 | 5:26 PM

લુણાવાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડાના મધવાસ, સોનેલા, લીબોદરા ગામમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે.

Mahi Sagar : જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ પધરામણી કરી છે. લુણાવાડા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. લુણાવાડાના મધવાસ, સોનેલા, લીબોદરા ગામમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. નોંધનીય છેકે મેઘરાજા લાંબી રાહ જોવડાવ્યા બાદ વરસતા છેવટે ખેતીના વાવેતરને ફાયદો મળશે. આજે ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી મહેર છે. ત્યારે સવારથી જ તમામ વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. હજુ પણ હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરી છે. તેમાં પણ મહીસાગર જિલ્લામાં સારો વરસાદ પડશે તેવું આગાહીમાં કહેવામાં આવ્યું છે.

 

 

Next Video