Mahisagar: લુણાવાડા હોસ્પિટલમાં આરોપીના ચેકઅપ માટે ગઈ પોલીસ, અને પછી જે થયું એ જાણીને તમને પણ થશે અચંબો

|

Nov 11, 2021 | 8:33 AM

Mahisagar: લુણાવાડા હોસ્પિટલમાં આરોપીના ચેકઅપ માટે પોલીસ ગઈ હતી. પરંતુ પોલીસને ત્યાં આરોપી સાથે 8 કલાક રાહ જોવી પડી. તેમ છતાં ચેકઅપ થઇ શક્યું નહીં.

Mahisagar: જિલ્લામાં આરોગ્ય ખાતાને શરમાવે એવી ઘટના સામે આવી છે. જી હા મહીસાગર જિલ્લાની લુણાવાડા કોટેજ હોસ્પિટલની એવી બેદરકારી સામે આવી કે જાણીને તમને પણ અચંબો થશે. ખરેખરમાં આ ઘટનાથી ખ્યાલ આવે એમ છે કે સામાન્ય માણસની આં હોસ્પિટલમાં કેટલી કેર કરવામાં આવી રહી છે. આ વાત સામાન્ય પ્રજાની નહીં પરંતુ પોલીસની છે. જી હા હોસ્પિટલમાં પોલીસે પણ હેરાન થવું પડ્યું હતું. અહીં પોલીસને પણ કલાકો સુધી રાહ જોવી પડી. જેને લઈ હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.

મળતી માહિતી પ્રમાણે પોલીસ નશાના ગુનામાં અટકાયત કરેલા આરોપીનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે ગઈ હતી. આ હોસ્પિટલમાં કાયદાકીય કાર્યવાહીના ચેકઅપ માટે પણ પોલીસની ટીમને આરોપી સાથે 8 કલાક રાહ જોવી પડી. જી હા આટલા કલાકો રાહ જોવા ચાત આરોપીનું મેડિકલ ચેકઅપ નહોતું થઈ શક્યું. જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં પોલીસની જ આવી દયનીય સ્થિતિ હોય તો સામાન્ય પ્રજાનું શું? તે મોટો સવાલ છે.

 

આ પણ વાંચો: Jalaram Jayanti 2021: ભગવાન શ્રી રામના પરમ ભક્ત જલારામ બાપાની 222 મી જન્મજયંતિ ! જાણો તેમના જીવનમાં કેવા ચમત્કારો થયા ?

આ પણ વાંચો: Petrol Diesel Price Today: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો, શું સસ્તું થશે પેટ્રોલ – ડીઝલ? જાણો લેટેસ્ટ રેટ

Next Video