Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષામાં વિવાદ, પરીક્ષાર્થીઓને પ્રવેશ ન અપાયાનો આક્ષેપ

|

Dec 02, 2021 | 1:26 PM

Ahmedabad: પોલીસ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા શરુ થઇ છે તો બોપલ સેન્ટર વિવાદમાં આવ્યું છે. અહીં આવેલા પરીક્ષાર્થીઓને પ્રવેશ ન અપાયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

અમદાવાદમાં (Ahmedabad) પોલીસ કોન્સ્ટેબલની ભરતી (LRD examination) માટે પરીક્ષા યોજાઈ છે. જેમાં બોપલ પરીક્ષા સેન્ટર વિવાદમાં સપડાયું છે. બોપલ પરીક્ષા સેન્ટર (Bopal exam center) પર કેટલાક ઉમેદવારોને પરીક્ષામાં બેસવા ન દેવાયાનો આક્ષેપ છે. ભાવનગર અને અન્ય જિલ્લામાંથી આવેલા 15થી 20 ઉમેદવારોએ પરીક્ષા કયા રૂમમાં છે તેની તપાસ કરવા માટે પૂછપરછ કરતાં તેમને જુદા-જુદા ગેટ પર મોકલીને સમય પસાર કરવામાં આવ્યો હતો.

આ દરમિયાન પરીક્ષા શરૂ થઈ ગઈ હતી. આખરે ઉમેદવારો પહોંચી ગયા હતા પરંતુ તેમને પરીક્ષામાં બેસવા દેવાનો ઈન્કાર કરી દેવાયો હતો. જેથી ઉમેદવારોએ હોબાળો કરીને પરીક્ષા આપવા દેવાની માંગ કરી હતી. પરંતુ પરીક્ષા સેન્ટરના સંચાલકે પોલીસ બોલાવી હતી.

ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીઓ બહારના જિલ્લાથી આવ્યા છે ત્યારે તેમને કયા ગેટ પર જવું તે ખ્યાલ ન હોવાથી આમ તેમ ભટકવું પડ્યું હતું. એક ગેટથી બીજા ગેટ તરફ ધક્કા ખાધા બાદ વિદ્યાર્થીઓ જ્યારે ત્યાં પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનો પરીક્ષાનો સમય થઇ ગયો હતો. જેથી તેમને પ્રવેશ ન અપાતા વિવાદ સર્જાયો છે. બાદમાં શાળા તરફથી પોલીસ બોલાવવામાં આવી હતી.

 

આ પણ વાંચો: Vibrant Gujarat ના મુંબઇ રોડ-શોમાં મુખ્યમંત્રીનું સંબોધન, જાણો શું બોલ્યા ભૂપેન્દ્ર પટેલ ?

આ પણ વાંચો: URAT : આ ખાડા કયારે પુરાશે ? બિસ્માર રસ્તાઓથી શહેરીજનો પરેશાન

Next Video