Navsari : નગરપાલિકા શાળા ખાતે વેક્સિન માટે લાગી લાંબી કતાર, રસીની અછતથી લોકોમાં નારાજગી

|

Jul 01, 2021 | 3:50 PM

કેટલાય સેન્ટરો પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનના ફક્ત 20 જ ડોઝ અપાશે તેવા બોર્ડ ટાંગી દેવાયા, જેથી લોકોને રસી લીધા વિના જ પરત ફરવું પડ્યું.

રાજ્યમાં વેક્સિનેશન (Vaccination) અભિયાન તેજ કરવામાં આવ્યું છે પણ બીજી તરફ રાજ્યમાં રસીની (Vaccine) અછત વર્તાઈ છે જેના કારણે લોકોમાં ભારે નારાજગી છે. ત્યારે નવસારીમાં શાંતદેવી ખાતે આવેલી નગરપાલિકા હાઈસ્કૂલ વેક્સિન સેન્ટર ખાતે લોકો મોટી સંખ્યામાં લાઇનમાં ઉભા હોવાના દ્રશ્યો સામે આવ્યા.

જો કે કેટલાય સેન્ટરો પર ઓન ધ સ્પોટ રજીસ્ટ્રેશનના ફક્ત 20 જ ડોઝ અપાશે તેવા બોર્ડ ટાંગી દેવાયા, જેથી લોકોને રસી લીધા વિના જ પરત ફરવું પડ્યું. સરકારનું ઓન ધ સ્પોટ વેક્સિનેશન ફક્ત કાગળ પર હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.

Published On - 2:45 pm, Thu, 1 July 21

Next Video