Navsari: વરસાદમાં ફરી રસ્તાઓ ધોવાતા સ્થાનિકોએ ગુણવત્તાને લઈને ઉઠાવ્યા સવાલ, જાણો નગરપાલિકાએ શું કહ્યું

|

Sep 19, 2021 | 9:13 PM

3 દિવસથી સતત વરસાદના કારણે નવસારી શહેર અને જિલ્લામાં રસ્તાઓમાં ગાબડાં પડી ગયા છે. રસ્તાઓના ખાડા પુરાવા માટે અગાઉ પણ તેમાં પુરણ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના બીજા રાઉન્ડમાં ફરી રસ્તા ધોવાયા છે.

નવસારી શહેર અને જિલ્લામાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રસ્તાઓમાં ગાબડાં પડી ગયા છે. ઉપરાંત કેટલાક રસ્તાઓ નગરપાલિકાની કામગીરીને કારણે ખોદી નાખવામાં આવ્યા છે. રસ્તાઓના ખાડા પુરાવા માટે અગાઉ પણ તેમાં પુરણ કરવામાં આવ્યું હતું. પરંતુ વરસાદના બીજા રાઉન્ડમાં ફરી રસ્તા એવાને એવા થઈ જતાં લોકોને આવન-જાવનમાં ઘણી મુશ્કેલી પડે છે. મહત્વનું છે કે નિશ્ચિત મુદત સુધી રસ્તાઓના સમારકામની જવાબદારી જે તે કોન્ટ્રાકટરની હોય છે. પરંતુ તૂટેલા રસ્તાઓના સમારકામ હજી સુધી શરુ નહીં થયા હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે.

સાથે જ કોન્ટ્રાકટરો સામે પણ તેમણે રસ્તાની ગુણવત્તાને લઈને સવાલો ઉઠાવ્યા છે. જોકે નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ ડ્રેનેજ લાઈનની કામગીરીના કારણે ખાડા પડ્યા છે. તેને રિપેર કરાવવા માટે ટેન્ડર પણ પાસ થઈ ગયા છે. દશેરાથી આ કામ ચાલુ થઈ જશે તેમ પ્રમુખે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે 8 કરોડના નવા રસ્તાઓ પણ મંજૂર કરવામાં આવ્યા છે.

તૂટેલા રસ્તાઓને પગલે સ્થાનિકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. જેની સામે બનેલા રસ્તા કેટલી ગુણવતા યુક્ત બનાવાયા છે તેને લઈને લોકો સવાલ ઉભા કરી રહ્યા છે.

આ બાબતે નવસારી વિજલપોર નગરપલિકાના પ્રમુખનું કહેવું છે કે હાલમાં નવસારી વિજલપોર નગરપાલિકામાં રસ્તાનું ધોવાણ થયું છે. ડ્રેનેજ લાઈનના કારણે ખાડા પડ્યા છે. પરંતુ ટેન્ડર પણ પાસ થઈ ગયા છે અને દસેરાથી કામ ચાલુ થશે. તેથી જે રસ્તા તૂટ્યા તે તમામ રસ્તા ૩ વર્ષની ગેરંટી છે સાથે સાથે નવા રસ્તાને મળીને 8 કરોડ ના નવા રસ્તા મંજુર કર્યા છે. 3 વર્ષ સુધી રસ્તાનું સમારકામ કોન્ટ્રાટર કરતો હોય છે. પાણી અને ડ્રેનેજ લાઈન નવી નાખી તે રસ્તાઓ તૂટ્યા છે પરંતુ તે ગેરંટી પીરીયડમાં હોવાથી આપણે નવા બનાવીશું.

 

આ પણ વાંચો: AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

Next Video