AHMEDABAD : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી

ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel)સામાજિક કારણોસર 2 દિવસ ગુજરાત આવ્યા છે, જે દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 8:47 PM

AHMEDABAD : રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન તેમજ હાલમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ(Anandiben Patel)સામાજિક કારણોસર 2 દિવસ ગુજરાત આવ્યા છે, જે દરમિયાન મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને જઈ શુભેચ્છા મુલાકાત કરી હતી. આનંદીબેન પટેલે શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel)ને આનંદીબેન પટેલ (Anandiben Patel)ના જૂથના માનવામાં આવે છે. ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં જયારે રાજ્યના નવા મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થયું ત્યારે તેમણે કહ્યું હતું કે બેનના આશીર્વાદ તેમના પર છે અને હંમેશા રહેશે.

ગુજરાતના મુખ્યપ્રધાન પદનો ચાર્જ સંભાળ્યા બાદ પ્રથમવાર ભૂપેન્દ્ર પટેલ દિલ્લી દરબારમાં જશે અને પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા મુલાકાત કરશે.નવ નિયુક્ત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સોમવારે એક દિવસના દિલ્લી પ્રવાસે છે.જ્યાં પ્રધાનમંત્રી સહિત મોવડી મંડળ સાથે પણ શુભેચ્છા મુલાકાત કરશે.ભૂપેન્દ્ર પટેલના સોમવારના કાર્યક્રમ પર નજર કરીએ તો 10 કલાકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરશે, તો 12 કલાકે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે શુભેચ્છા મુલાકાત કરશે, જ્યારે સાંજે 4 કલાકે પ્રધાનમંત્રી મોદી સાથે શુભેચ્છા બેઠક યોજશે.

આ પણ વાંચો : ખેડૂતો માટે સારા સમાચાર, રાજ્યની નવી સરકારે પાક નુકસાની સામે બમણું વળતર આપવાની જોગવાઈ કરી

આ પણ વાંચો : મજૂરીકામ કરતા મુંબઈના આદિલ શેખે મોડેલીંગની લાલચ આપી અમદાવાદની સગીરાને મુંબઈ બોલાવી, જાણો પછી શું થયું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">