Gujarat: જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ, તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા સજ્જ

|

Mar 01, 2021 | 9:51 PM

Gujaratની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. જેનું મંગળવારે પરિણામ જાહેર થવાનું છે.

Gujaratની 31 જિલ્લા પંચાયતો, 231 તાલુકા પંચાયતો અને 81 નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીના રોજ યોજાયું હતું. જેનું મંગળવારે પરિણામ જાહેર થવાનું છે. સ્થાનિક સ્વરાજયની આ સંસ્થાઓમાં અંદાજે સરેરાશ 64 ટકા જેટલું મતદાન થયું હતું. આ તમામ બેઠકોની મતગણતરી માટે તંત્ર દ્વારા Gujaratના વિવિધ જિલ્લા અને તાલુકા અને નગરપાલિકા કક્ષાએ પૂરતી તૈયારી કરી લેવામાં આવી છે. તેમજ ઈવીએમ મુકાયા છે, તે સ્ટ્રોંગરૂમની બહાર પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. જેમાં મતદાન ગણતરી કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સવારે 8 વાગ્યે પ્રથમ બેલેટ પેપરની ગણતરી હાથ ધરવામાં આવશે. તેની બાદ ઈવીએમથી મતની ગણતરી હાથ ધરવામાં આવશે.

 

 

આ પણ વાંચો: Ahmedabad: Airport પાસે માસ્ક બાબતે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, પોલીસે યુવકને ફટકાર્યાનો આક્ષેપ

Next Video