
ગાંધીના ગુજરાતમાં આમતો દારૂબંધી છે. નશો કરવો આ રાજ્યમાં પ્રતિબંધિત છે પણ શું તમે જાણો છો કે ગુજરાતમાં પણ તમને દારૂ પીવાની છૂટ મળી શકે છે. તમે પોલીસની કાર્યવાહીના ડર વગર બિન્દાસ્ત શરાબનું સેવન કરી શકો છો. જોકે આ માટે તમારે ગુજરાત સરકારની કેટલીક શરતોનું પાલન કરવું પડશે. ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં શરાબની છૂટના અહેવાલ વહેતા થયા ત્યારે લોકો ગેલમાં આવી ગયા હતા. અત્યારસુધી રજાઓમાં મજા માણવા દીવ , દમણ , મહારાષ્ટ્ર અને રાજસ્થાન જતા લોકો ગિફ્ટ સિટીમાં ખાસ ઇરાદે જવાના સપના જોવા લાગ્યા હતા. બાદમાં સરકારની સ્પષ્ટતાએ આ લોકોના અરમાનો પણ ઠંડુ પાણી રેડી દીધું હતું. આમતો ગુજરાતમાં દારૂબંધી છે છતાં શરાબના શોખીન નિરાશ થશે નહિ!!! પોલીસ નશાબંધીના અમલ માટે મોટી સંખ્યામાં કેસ કરે છે અને હજારો લીટર દેશીદારૂ અને સેંકડો બોટલ વિદેશી દારૂ કબ્જે કરી બુટલેગરોની ધરપકડ કરે છે. પોલીસ પાસે નશાબંધી ઉપરાંત અન્ય પણ કાયદો અને વ્યવસ્થા સંબંધિત કામ હોવાથી આ તરફ ધ્યાન ઓછું થતા બુટલેગરો બેફામ બની જાય...