Gujarat હાઇકોર્ટમાં એલઆઇસીની અરજી, ચૂંટણી કામગીરીમાંથી કર્મચારીઓને મુક્ત કરવા અરજી

|

Feb 16, 2021 | 7:02 PM

ગુજરાત રાજ્યના LIC કર્મચારીઓને ઇલેક્શન ડ્યુટી માટે બોલાવવાના ચૂંટણી પંચના આદેશને રદ કરવા માટે લાઈફ ઇન્સ્યોરેન્સ કોર્પોરેશન (LIC) દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.

Gujarat : ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LICએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે.. LICએ ચૂંટણીની કામગીરી માટે તેના સ્ટાફના ઉપયોગ પર વાંધો ઉઠાવ્યો છે..LICએ માંગ કરી છે કે LICના સ્ટાફને ચૂંટણીની કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. સાથે જ એવી રજૂઆત કરી છે કે LICના સ્ટાફને ચૂંટણીની કામગીરીમાં રોકવાની રાજ્ય ચૂંટણી પંચને કોઈ જ સત્તા નથી. કેન્દ્રીય ચૂંટણી પંચ અને રાજ્ય ચૂંટણી પંચની સત્તાઓ જુદી-જુદી હોય છે. રાજ્ય ચૂંટણી પંચ પાસે સત્તા જ ન હોય તેવા સંજોગોમાં LICના સ્ટાફ પાસે ચૂંટણીની કામગીરી કરાવી શકાય નહીં.. આ અરજીને લઈ હાઈકોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. આ અંગે વધુ સુનાવણી 18 ફેબ્રુઆરીએ હાથ ધરાશે.

Published On - 6:57 pm, Tue, 16 February 21

Next Video