જીવિત દીપડો ઘાતક કે મૃત? આ અહેવાલ વાંચી તમે પણ નક્કી કરવામાં મૂંઝવણ અનુભવશો

|

Jan 14, 2022 | 8:43 PM

ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો મૃત દીપડાના મૂછના વાળ મેળવવાની ફિરાકમાં હોય છે. વન્ય પશુની જીભ ઉપર ગંભીર અસર પહોંચાડે તેવા બેક્ટેરિયા બનતા હોય છે.

1 / 7
નેત્રંગ (Netrang)તાલુકાના પઠાર ગામ નજીક અજાણ્યા વાહનની અડફેટે દીપડા(Leopard)નું મોત નિપજતા વનવિભાગ દોડતું થયું હતું. ૭૬ કિલો વજનનો આ દીપડો વ્યસ્ત માર્ગ ઉપર વાહનની અડફેટે આવી જતા ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે પશુ આરોગ્ય કેન્દ્ર ખસેડવાની પ્રક્રિયા દરમ્યાન તેનું મોત નીપજ્યું હતું.

2 / 7
શેરડીના ખેતર આ વન્ય પ્રાણી માટે સૌથી પસંદગીનું સ્થાન માનવામાં આવે છે પરંતુ હાલમાં શેરડી કાપવાની કામગીરી ચાલી રહી હોવાથી વન્ય પ્રાણી અંતરિયાળ વિસ્તારોમાંથી નજીકના ગામડાઓમાં નજરે પડવા માંડે છે. આ દીપડો પણ આજ પ્રકારે પઠાર ગામ નજીક આવી ગયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

3 / 7
દીપડાના મૃત્યુ બાદ તેની અંતિમક્રિયાથી મામલો પૂરો થતો નથી પરંતુ એક અત્યંત જરૂરી અને માનવજાતને સ્પર્શતી પ્રક્રિયાને બાદજ દીપડાના મૃતદેહને અગ્નિદાહ આપવામાં આવે છે. વાલિયા અને નેત્રંગ તાલુકામાં 150  થી વધુ દીપડા વસવાટ કરતા હોવાનું અનુમાન છે.

4 / 7
પંચની હાજરીમાં મૃતદેહનું પરીક્ષણ કરવામાં આવે છે. દીપડાને આગળના પગમાં 5 - 5 અને પાછળના પગમાં 4 - 4 મળી 18 નખ અને મૂછના વાળ કાપવામાં આવ્યા નથી તે બાબતની ખાતરી કરવામાં આવે છે. હવે પ્રશ્ન  એ ઉઠે કે દીપડાના પગના નખ અને મૂછના વાળ માટે કેમ વિશેષ ખાતરી કરવામાં આવે છે.

5 / 7
નેત્રંગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સરફરાઝ ઘાંચીએ જણાવ્યું હતું કે દીપડાના મૃત્યુ બાદ તેના અંગોનો શોખ માટે અથવા જાનહાની માટે દુરુપયોગની દહેશત રહેતી હોય છે. આમ ન થાય તે માટે ચોક્કસ પ્રક્રિયા અનુસરાય છે. દીપડો અકસ્માતથી ઇજાગ્રસ્તનો મેસેજ મળવા છતાં મામલો શિકારનો નથી તે જાણવા તેના મૃતદેહનું પોસ્ટ મોટર્મ કરાય છે.  જો મોતના કારણમાં શિકારણપો અણસાર ન મળે તો પ્રક્રિયા એક ડગલું આગળ વધારાય છે

6 / 7
દીપડાનું મૂછ(Leopard Mustache)ના વાળ  કેમ મહત્વ ધરાવે છે? તે પ્રશ્નના જવાબમાં RFO એ જણાવ્યું કે આ વાત ખુબ ગંભીર છે.  ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો મૃત દીપડાના મૂછના વાળ મેળવવાની ફિરાકમાં હોય છે. વન્ય પશુની જીભ ઉપર ગંભીર અસર પહોંચાડે તેવા બેક્ટેરિયા બનતા હોય છે. પાણી પીવા અને શિકારના ભોજન બાદ દીપડો સતત મૂછ ઉપર જીભ ફેરવતો રહે છે. આ કારણે મૂછ એક પ્રકારે ઝેરી કઈ શકાય તેવી બની જતી હોય છે. દીપડાની મૂછનો વાળ માનવીને ખડાવી દેવામાં આવે તો મોત નિપજવા જેવા ગંભીર પરિણામ સામે આવે છે.

7 / 7
દીપડાના મોત બાદ તેના પંજાના નખ(Leopard Nails)નો પણ દુરઉયોગ થતો હોય છે. આ નખ કાળીવિધાના અખતરાં અને શોખ માટે પહેરવા પણ કાઢી લેવાનો પ્રયાસ થતો હોય છે. આ બે અંગો અંગે કોઈ શંક્સ્પદ ગતિવિધિ નજરે ન પડે તો દીપડાના મૃતદેહને અગ્નિદાહ આપી તેની લાશનો નિકાલ કરવામાં આવે છે.

Published On - 8:12 pm, Fri, 14 January 22

Next Photo Gallery