‘બિમારીનો ડર છોડો’ આ દાદા પાસેથી લો પ્રેરણા, 76 વર્ષની ઉંમરે પોતે છે ફિટ અને બીજાને શિખવાડે છે યોગ

|

Jan 16, 2021 | 5:06 PM

કોરોના આવ્યા પછી લોકો પોતાની હેલ્થ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. બહાર નીકળતા લોકોને થોડો ડર પણ લાગી રહ્યો છે. ત્યારે 76 વર્ષના એક દાદા પાસેથી દરેક લોકોએ પ્રેરણા લેવા જેવી છે.

બિમારીનો ડર છોડો આ દાદા પાસેથી લો પ્રેરણા, 76 વર્ષની ઉંમરે પોતે છે ફિટ અને બીજાને શિખવાડે છે યોગ
J C Patel

Follow us on

કોરોના આવ્યા પછી લોકો પોતાની હેલ્થ પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. બહાર નીકળતા લોકોને થોડો ડર પણ લાગી રહ્યો છે. ત્યારે 76 વર્ષના એક દાદા પાસેથી દરેક લોકોએ પ્રેરણા લેવા જેવી છે. આ દાદાનું નામ છે જેઠાલાલ સી.પટેલ. લોકો તેમને જે.સી.પટેલના હુલામણા નામથી ઓળખે છે. તેઓ ગુજરાત હાઈકોર્ટ એકેડમી, પોલીસ ટ્રેનીંગ એકેડમી, કોલેજીસ, યુનિવર્સિટી અને સોસાયટીઓમાં જઈને લોકોને હેલ્ધી રહેવા માટે સેશન આપે છે. આ સેશન તેઓ માનદ સેવા કરીને આપે છે. જે.સી.પટેલ કહે છે કે “શિક્ષકો હેલ્ધી રહે તે જરૂરી છે. કારણ કે, શિક્ષકો જ દેશના ભાવી નાગરિકો એવા વિદ્યાર્થીઓને ઘડે છે. જેથી વર્ગને સ્વર્ગ કઈ રીતે બનાવવું તેની ટ્રેનીંગ શિક્ષકોને આપું છું.

 

જે.સી.પટેલ પોતે ગાંધીનગર ખાતે રહે છે અને બિઝનેસમેન હતાં. એકવાર તેઓ મુંબઈ હતાં ત્યારે તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમણે નક્કી કર્યુ હતું કે હેલ્થ બગડે તે પહેલા જ સુધારી લેવી. જેથી વિવિધ પુસ્તકો, ટીવી કાર્યક્રમો અને યોગ શિબિર દ્વારા તેમણે યોગ શિખ્યા. અત્યારે 76 વર્ષની ઉંમરે તેઓ શિર્ષાસન સહિતના મોટાભાગના આસનો કરે છે. જે.સી.પટેલ કહે છે કે “પહેલા પોતે યોગ શીખ્યા અને હવે સમાજને ઉપયોગી થાય તે માટે લોકોને હેલ્થ એક્ટીવિટી, યોગ, સ્ટ્રેસ ફ્રિ લાઈફ, જેવા વિષયો પર અમારા ફાઉન્ડેશન દ્વારા ટ્રેનીંગ આપીએ છીએ.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

છેલ્લા આશરે 30 વર્ષથી લોકોને પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત કરવા માટે આ દાદા જે.સી.પટેલ શિબિર અને અન્ય કાર્યક્રમો કરે છે. તેઓ સરકારી અધિકારીઓને કર્મયોગ મેનેજમેન્ટના ક્લાસ આપે છે કે સરકાર પાસેથી પુરો પગાર લઈએ છીએ તો તેને પુરુ કામ કઈ રીતે આપવું અને કઈ રીતે ફિઝિકલી તેમજ મેન્ટલી હેલ્ધી રહેવું. સૌથી મહત્વની વાત 76 વર્ષની ઉંમરે પણ દાદા જે.સી.પટેલને ડાયાબીટીસ, બીપી કે કોઇ ગંભીર બિમારીઓ નથી.

 

સરકારે પણ તેમની આ સેવાકિય પ્રવૃતિઓ માટે તેમને પ્રસશ્તિપત્ર આપીને સન્માનીત કરેલા છે. તેમનો કર્મયોગ એ જ છે કે વધુને વધુ લોકો ફિટ રહે તે માટે લોકોને જાગૃત કરવા અને ટ્રેઈન કરવા. લાસ્ટ બટ નોટ લીસ્ટ, દાદા જે.સી.પટેલ મોડર્ન પણ છે અને ટેક્નોલોજીથી અવગત પણ છે. કોરોનાકાળ બાદ પણ તેમની એક્ટિવિટીને બ્રેક નથી લાગી. તેઓ ફીટનેસના વેબીનાર પણ સંબોધીત કરે છે. ઉદ્દેશ એક જ છે કે દરેક નાગરિક ફિટ રહે.

Next Article