કપડવંજના ઘડિયા ગામનો આર્મી જવાન સિક્કીમમાં શહીદ, અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા

|

Jan 13, 2022 | 12:34 PM

હિતેશભાઈનો પાર્થિવદેહ ગુરુવારે માદરે વતન ઘડિયા ગામે લાવવામાં આવ્યો હતો. તેમને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. 32 વર્ષના હિતેશભાઈ 2011માં આર્મીમાં ભરતી થયા હતા.

આર્મીમાં ફરદ બજાવતા કપડવંજ (Kapadvanj) તાલુકાના ઘડિયા (Ghadiya) ગામના હિતેશ પરમારનું સિક્કીમ ખાતે મૃત્યુ થયું છે. ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી મોટા પુત્ર હિતેશ પરમાર (ઉં. 32) 2011માં આર્મીમાં ભરતી થયા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ પંજાબમાં હતું. ત્યાર બાદ તેમણે દેશના વિવિધ સ્થળોએ ફરજ બજાવી છે.

એક મહિના પહેલાં જ આર્મી (Army) જવાન હિતેશ પરમારની સિક્કિમ (Sikkim) ખાતે બદલી થઈ હતી. તે પહેલં તેઓ પશ્ચિમ બંગાળમાં ફરજ પર હતા. આ પહેલાં હિતેશ પરમાર બે મહિના પૂર્વે વતન ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને ફરજ પર હાજર પાછા ફર્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાજનબેન સાથે ફોન પર વાતચીત કરી હતી અનેઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.

હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મીના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. હિતેશભાઈનો પાર્થિવદેહ ગુરુવારે માદરે વતન ઘડિયા ગામે લાવવામાં આવાતાં મોટા સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રા (Funeral) માં જોડાયાં હતાં. તેને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ઉત્તરાયણની સાંજે આકાશમાં પતંગની સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પણ જોઈ શકાશે. જાણો કઇ જગ્યાએ કેટલા વાગ્યે જોવા મળશે.

આ પણ વાંચોઃ Ahmedabad : ઉત્તરાયણને લઇને પોલીસનું જાહેરનામું, નિયમો નહિ પળાય તો થશે કાર્યવાહી

Next Video