વેપાર ધંધા પર અસર: ભુજમાં રસ્તા પર ધંધો કરતા 1000થી વધુ નાના વેપારીઓનો વિરોધ, જાણો કારણ

|

Dec 09, 2021 | 8:46 AM

Kutch: ભૂજ ખાતે ફેરિયા અને ફૂટપાથ પર ધંધો કરતા વેપારીઓએ વિરોધ કર્યો છે. અંદાજે એક હજારથી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે.

Kutch: મોલ કલચરને કારણે ફૂટપાથ (Street venders) પર વેપાર કરતા ફેરિયાઓની રોજીરોટી પર અસર થઇ રહી છે. જેને લઇને કચ્છના ભૂજ ખાતે ફેરિયા અને ફૂટપાથ પર ધંધો કરતા વેપારીઓએ વિરોધ કર્યો છે. અંદાજે એક હજારથી વધુ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો છે. રેલી તથા સુત્રોચાર સાથે પોતાના ધંધાને બચાવવા માટેની માંગ કરી છે.

આ વિરોધ સાથે જ ધંધાના હિતમાં કાયદાકીય લડતની પણ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે હાઇકોર્ટમાં ફુટપાથ પર થતા ધંધા શહેરના વિકાસમાં અવરોધરૂપ હોવાનુ કહી શેરી ફેરીયા અધિનીયમ 2014માં સંસોધન અંગેના કોર્ટના અવલોકન સામે દેશના અનેક વિસ્તારોમાં વિરોધ થઇ રહ્યો છે. ત્યારે ભૂજ ખાતે પણ વેપારીઓએ વિરોધ કર્યો છે.

એક વેપારીએ કહ્યું કે ‘શહેરની અંદર, કોઈ પણ શહેરમાં ભારતના નાગરિકને ધંધો, રોજગાર કરી કમાઈને ખાવાનો અધિકાર છે. આ અધિકાર બંધારણ આપે છે. કોઇપણ રીતે નાના ફેરિયાઓને ખતમ કરવાનું ષડયંત્ર ચલાવી લેવામાં આવશે નહીં.’ તો આ બાબતને લઈને ફેરિયાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

આ પણ વાંચો: Vadodara: ઓમિક્રોનની આફત સામે તંત્રની અગમચેતી, SSG હોસ્પિટલના બાળ વિભાગમાં તૈયારીઓ

આ પણ વાંચો: Video: મોડાસામાં પુરપાટ ઝડપે આવતી કારે બાઇકને મારી ભયાનક ટક્કર, અકસ્માતના દ્રશ્યો CCTV માં કેદ

Next Video