KUTCH : રાપર, ભુજ, અંજાર, અબડાસા, માંડવી અને ગાંધીધામમાં વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

|

Sep 27, 2021 | 6:41 PM

ગુજરાતમાં(Gujarat) આગામી બે દિવસ તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની(Rain) હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પણ વરસાદની મહેર યથાવત રહી છે. જેમાં કચ્છના રાપરમાં 2 કલાકમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ અંજાર અને ભુજમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો ગાંધીધામમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે જ અંજાર, અબડાસા અને માંડવીમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ સાથે આડેસર, ભીમાસર, પ્રાગપર સહિતના ગામમાં 1 થી 2 ઇંચ સુધી વરસાદ વરસ્યો છે. તો ધોધમાર વરસાદને પગલે રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા.

ગુજરાતમાં(Gujarat) આગામી બે દિવસ તારીખ 28 અને 29 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની(Rain) હવામાન વિભાગે(IMD) આગાહી કરી છે. તેમજ આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. જેમાં રાજયમાં દક્ષિણ ગુજરાત સહિત અનેક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે 28 અને 29 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સાથે  40થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થઈ નથી પરંતુ વાવાઝોડું નબળું પડ્યા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસરથી રાજ્યમાં વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે.

ઉત્તર ગુજરાતમાં હજુ 33 ટકાથી વધુ વરસાદની ઘટ છે. આ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં 82 અને કચ્છમાં 87 ટકા વરસાદ પડ્યો છે..રાજ્યમાં હવે માત્ર 17.60 ટકા વરસાદની ઘટ છે. હવામાન ખાતાએ હજુ બે-ત્રણ દિવસ વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે, જેને જોતા ગુજરાતમાં સિઝનના સરેરાશ વરસાદની ઘટ આગામી સયમમાં પૂર્ણ થાય તેવી આશા છે.

Next Video