કચ્છ : અદાણી મુન્દ્રા પોર્ટ પર ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કન્ટેનર જહાજ લંગરાયુ

|

Jan 28, 2022 | 8:59 PM

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા-17,292 કન્ટેનરોની છે, લંબાઈ-397.88 મીટર,પહોળાઈ- 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ-16 મીટર છે.સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013માં બનેલું છે

કચ્છ : અદાણી મુન્દ્રા પોર્ટ પર ભારતનું અત્યાર સુધીનું સૌથી વિશાળ કન્ટેનર જહાજ લંગરાયુ
Kutch: Largest container ship anchored at Adani Mundra Port

Follow us on

Kutch: ડ્રગ્સ તથા શંકાસ્પદ વસ્તુઓની અવરજવરને લઇને છેલ્લા થોડા સમયથી ચર્ચામાં રહેતા મુન્દ્રા અદાણી પોર્ટે (Mundra Adani Port)પરિવહન ક્ષેત્રે એક સિધ્ધી મેળવી છે. ભારતમાં અત્યાર સુધી કોઇ પોર્ટ પર ન લાગર્યુ હોય તેવું વિશાળ જહાજ (Huge ship)અદાણી બંદર ખાતે સંચાલીત થયુ છે. APL રેફલ્સ નામનું આ વિશાળ જહાજ CMA CGM શિપિંગ લાઇનના કાફલાના સૌથી મોટા જહાજોમાંનું એક છે. એપીએલ રેફલ્સ – અદાણી સીએમએ મુન્દ્રા ટર્મિનલ પ્રાઈવેટ લિમિટેડ (એસીએમટીપીએલ), મુન્દ્રા પોર્ટ ખાતે બર્થ થયું છે. આ પ્રકારના વિશાળ જહાજને બર્થ કરવા માટે 16 મીટર ઉંડાઇની જરૂર હોય છે. અદાણી પોર્ટ ખાતે 21 મીટર ઉંડાઇ સુધીની કેપેસીટી સાથે જહાજ ઉતરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવાનુ અદાણી પોર્ટે જણાવ્યું હતું.

અદાણી બંદર પર લંગારેલા વિશાળકાય જહાજની(Huge ship) માહિતી

APL રેફલ્સ નામાંકિત ક્ષમતા-17,292 કન્ટેનરોની છે, લંબાઈ-397.88 મીટર,પહોળાઈ- 51 મીટર અને મહત્તમ જોઈતી ઊંડાઈ-16 મીટર છે.સિંગાપોર ખાતે રજિસ્ટર્ડ થયેલું આ જહાજ વર્ષ 2013માં બનેલું છે અને આ જહાજની ઊંચાઈ 76.2 મીટર છે. અને સમર DWT (ટન): 176726.9 ટન, તથા કુલ ટનેજ: 169423 અને નેટ ટનેજ: 76852 જેટલું છે. આ જહાજ છેલ્લી સફર પોર્ટ સોહર, ઓમાન કરી હતી અને ત્યાર બાદ તે મુન્દ્રા આવ્યું છે.

Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું

તાજેતરમાં કચ્છના કંડલા બંદર ખાતે 25 સ્પ્ટેમ્બરના કોલસા ભરેલું વિશાળકાય જહાજ ઇન્ડોનેશીયાથી કંડલા પોર્ટ પર લાગર્યુ હતું. જેમાં 105000 મેટ્રીક ટર કોલસાનો કાર્ગો હેન્ડલ કરવાની સિધ્ધી કંડલા પોર્ટે પણ મેળવી હતી. જહાજની લંબાઇ 292 મીટર હતી. આ પહેલા પણ કંડલા ખાતે 269 મીટર લાંબુ જહાર બર્થ થયું હતું. ત્યારે હવે મુન્દ્રા પોર્ટે પણ સૌથી વધુ કન્ટેનર સાથેનુ જહાજ બર્થ કરી સિધ્ધી મેળવી છે.

આ પણ વાંચો : Panchmahal: માર્ગ મકાન વાહન વ્યવહાર પ્રધાન પૂર્ણેશ મોદીના હસ્તે ગોધરામાં 120 કરોડના વિકાસ કામોનું ખાતમૂહૂર્ત કરાયું

આ પણ વાંચો : Surat: જુવેનાઇલ રિમાન્ડ હોમમાં કોરોનાની એન્ટ્રી, એક કિશોર અને ત્રણ કર્મચારીઓ સંક્રમિત

Published On - 8:55 pm, Fri, 28 January 22

Next Article