Kutch: મુંદ્રામાં મધર્સ ડે ઉજવાયો, અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ઉત્સાહભેર ઉજવણી

|

May 07, 2022 | 7:51 PM

માતૃશક્તિને વંદન અને અભિનંદન કરતા મધર્સ ડેના (Mother's Day) કાર્યક્રમમાં બાળકોએ પત્ર લખી માતા વિશે પોતાની લાગણી, પ્રેમ અને સંવેદના વ્યકત કરી હતી. લેટર ફોર સુપર મોમ ના શીર્ષક પ્રમાણે કોઈએ ચિત્ર બનાવ્યું, તો કોઈએ કવિતા લખી, કોઈએ તેમાં રંગ પૂર્યા, તો કોઈએ નિબંધ લખ્યો.

Kutch: મુંદ્રામાં મધર્સ ડે ઉજવાયો, અદાણી ફાઉન્ડેશન અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ ઉત્સાહભેર ઉજવણી
Mothers Day 2022 Celebration in Kutch

Follow us on

અદાણી ફાઉન્ડેશન (Adani Foundation) અંતર્ગત ચાલતા ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ મુંદ્રામાં મધર્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસ નિમિત્તે બાળકોએ “લેટર ફોર સુપર મોમ” અને ફૂલોના બીજનું વિતરણ કરવામાં આવ્યું. માતૃશક્તિને વંદન અને અભિનંદન કરતા મધર્સ ડેના કાર્યક્રમમાં બાળકોએ પત્ર લખી માતા વિશે પોતાની લાગણી, પ્રેમ અને સંવેદના વ્યકત કરી હતી. લેટર ફોર સુપર મોમના શીર્ષક પ્રમાણે કોઈએ ચિત્ર બનાવ્યું તો કોઈએ કવિતા લખી, કોઈએ તેમાં રંગ પૂર્યા તો કોઈએ નિબંધ લખ્યો.

કોઈએ તેમના જીવનમાં માતાના મહત્વ વિશે અનુભવો વ્યક્ત કર્યા. વિવિધ પત્રોમાં બાળકોએ પોતપોતાની સંવેદનાઓ કાગળ પર પ્રગટ કરી અને તે માતાઓને પહોંચાડવામાં આવી હતી. સંસારની પ્રત્યેક મા માટે બાળક તેના દિલની સૌથી વધુ નજીક જ હોય છે, રાત દિવસ બાળક માટે જીવતી માતા પોતાના માટે ક્યારેય કોઈ અપેક્ષા રાખતી નથી. બાળકોએ જ્યારે પત્રમાં માતા પ્રત્યેની લાગણી વ્યક્ત કરી, ત્યારે ખુબ જ લાગણીસભર દૃશ્યો સર્જાયા હતા. માતાઓએ બાળકોને વ્હાલથી ભેટ્યા હતા!

મધર્સ ડેની ઉજવણી પર્યાવરણની જાળવણી

મધર્સ ડેની ઉજવણી નિમિત્તે તેમને ફૂલોના બીજ પણ આપવામાં આવ્યા હતા. જે બાળક અને તેમની માતા સાથે ફૂલના છોડ વાવે અને તેમને સાથે મળીને ઉછેરે, કુદરતના સાનિધ્યમાં સમય વિતાવે, સંવાદ કરે અને ફૂલની જેમ તેમનું બંનેનું જીવન પણ રંગબેરંગી, હર્યુભર્યુ, ખુશહાલ રહે અને આ ક્ષણ બાળક પોતાની માતા સાથે એ બીજને વાવવાની સાથે એક સારી યાદ પણ બને તે આ કાર્યક્રમ પાછળનો મુખ્ય હેતુ હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

ઉત્થાન પ્રોજેક્ટ અને જે. કે. પેપર્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં ઉત્થાનસહાયકો, શાળાના આચાર્ય, શિક્ષકો, ગ્રામજનો, બાળકો અને માતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પત્રોમાં પોતાની લાગણી ઠાલવી બાળકોએ જ્યારે તે માતાના હાથમાં મૂક્યા, ત્યારે તો માતાઓનું હૃદય અને આંખોના ભીની થઈ હતી.

“ઉત્થાન” પ્રોજેક્ટ એ મુન્દ્રાના 18 ગામની 34 પ્રાથમિક શાળામાં કાર્યરત છે. જે અંતર્ગત દરેક શાળામાં એક- એક શિક્ષક “ઉત્થાન સહાયક” તરીકે કાર્યરત છે. શિક્ષક: વિદ્યાર્થી ગુણોત્તર ઓછો થાય તે માટે વિશ્વ વધુને વધુ વિચાર કરી રહ્યા છીએ, ત્યારે ભારત અને ગુજરાતે પણ એ બાબત ગંભીરતાથી લીધી છે. ત્યારે ઉત્થાન સહાયકોની નિમણૂક એ આ દિશામાં એક મહત્વની પહેલ છે. “આઈટી ઓન વ્હીલ”, રમત ગમત, અંગ્રેજી અને અન્ય વિવિધ સહાયક પ્રવૃત્તિ માટે શિક્ષક નિમવામાં આવ્યા છે. ઉત્થાન શાળામાં શિક્ષક, આચાર્ય, વાલી, વિદ્યાર્થી અને સરકારી અધિકારીઓ સાથે રહીને પ્રાથમિક શાળાને ઉત્તમ બનાવવા માટે દરેક પ્રકારની મદદ કરે છે.

Published On - 7:47 pm, Sat, 7 May 22

Next Article