Kutch : જિલ્લામાં ફરી નોંધાયો મોટો ભૂકંપનો આંચકો

|

Aug 21, 2021 | 2:09 PM

કચ્છમાં ફરી એક મોટો ભૂકંપનો ઝટકો નોંધાયો છે. 12.08 મિનિટે 4.1ની તિવ્રતાનો ઝટકો નોંધાયો છે.

Kutch : જિલ્લામાં ફરી એક મોટો ભૂકંપનો ઝટકો નોંધાયો છે. 12.08 મિનિટે 4.1ની તિવ્રતાનો ઝટકો નોંધાયો છે. આ ભૂકંપનુ કેન્દ્રબિંદુ ધોળાવીરાથી 23 કિમી ઈસ્ટ સાઉથ ઇસ્ટ દૂર હોવાનું જાણવા મળ્યું છે. અહીં નોંધનીય છેકે ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં અનેક જીલ્લાઓમાં ભૂકંપના નાના-મોટા ઝટકા અનુભવાઇ રહ્યાં છે. હાલ કચ્છમાં આવેલા ભૂકંપને લઇને કેન્દ્રબિંદુ આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

તાજેતરમાં જામનગર અને દ્વારકામાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા

જામનગરના કાલાવડ શહેર અને તાલુકાના હરિપર,ખંઢેરા,માટલી,ખાંનકોતડા,બેરાજા સહિતના અનેક ગામોમાં મોડી સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જેમાં ઉપરા ઉપરી બે આંચકા અનુભવાયા હતા. જેમાં પ્રાથમિક માહિતી મુજબ અંદાજે રિક્ટર સ્કેલ 3.5 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

સૌરાષ્ટ્રમાં ગુરૂવારે સાંજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેની અસર જામનગર અને દેવભુમિ દ્રારકા જીલ્લામાં થઈ હતી. આંચકો અનુભવતાની સાથે લોકો ગભરાઇને ઘરની બહાર દોડી ગયા હતા. જામનગરથી 14 કીમી દુર બેડ અને ખાવડી વચ્ચેના વિસ્તારમાં એપી સેન્ટર નોંધાયું હતું.

જેમાં વસઈ, આમરા, જીવાપર, સિકકા, ખાવડી, સહીતના ગામમાં લોકોએ ભુંકપના આંચકો અનુભવ્યો હતો. આંચકો આવતાની સાથે કેટલીક જગ્યાએ લોકો ગભરાટથી ઘરની બહાર દોડી ગયા હતા. કાલાવડ પંથકમાં ભુંકપની અસર જોવા મળી. સાથે કાલાવડના આસપાસના ગામમાં ભૂકંપથી લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો.

કાલાવડ તાલુકાના ખંઢેરા, હરીપર, માટલી, ખાનકોતડા, બેરાજા સહીતના વિસ્તારમાં ભુંકપનો આંચકો અનુભવાયો હતો. રીકટર સ્કેલ 4.3 ની તિવ્રતાનો આંચકો નોંધાયો પરંતુ કોઈ નુકશાની કે જાનહાની થઈ નથી. જામનગરની સાથે દેવભુમિદ્રારકા જીલ્લામાં તેની અસર લોકો અનુભવી હતી.

Published On - 1:38 pm, Sat, 21 August 21

Next Video