ગજબ કિસ્સો: કચ્છના 70 વર્ષના માજીએ આપ્યો દીકરાને જન્મ, દશકોની રાહ બાદ ખોળાના ખુંદનારને જોઈને ભાવુક થયું દંપતી

|

Oct 15, 2021 | 6:26 AM

કચ્છમાં અજીબી ગરીબ કિસ્સો સામે આવ્યો છે. 70 વર્ષના જીવુબેન અને 75 વર્ષના વાલભાઈના ઘરે પારણું બંધાયું છે. લગ્નના 45 વર્ષે ખોળાનો ખુંદનાર અવતરતા દંપતી રડી પડ્યું હતું.

ગજબ કિસ્સો: કચ્છના 70 વર્ષના માજીએ આપ્યો દીકરાને જન્મ, દશકોની રાહ બાદ ખોળાના ખુંદનારને જોઈને ભાવુક થયું દંપતી
Kutch A 70-year-old woman gave birth to a son after 45 years of marriage

Follow us on

ભગવાન અને કુદરત રાજી હોય તો આજના આધુનિક યુગમાં મોટી ઉંમરે પણ સંતાન પ્રાપ્તિ થઈ શકે છે. જી હા કચ્છ ના રાપર તાલુકાના એક નાનકડા મોરા ગામના બુજર્ગ અભણ દંપતીને ત્યાં લગ્નના 45 વર્ષે વૈજ્ઞાનિક ટેકનોલોજીથી એક 70 વર્ષની મહિલાએ બાળકને જન્મ આપતા રબારી પરિવારમા ખુશી વ્યાપી ગઇ છે

આજના વૈજ્ઞાનિક ટેક્નોલોજીના યુગમાં નિઃસંતાન દંપતી માટે હવે નિરાશ થવાની જરૂર નથી. કચ્છના ભુજની એક ગાયનેક હોસ્પિટલના ડો. નરેશ ભાનુશાલીના ત્યાં સંતાન પ્રાપ્તિ માટે એક 70 વર્ષની મહિલા જીવુંબેન રબારી અને 75 વર્ષના પતિ વાલભાઈ રબારી આવ્યા હતા. તેમના લગ્નને 45 વર્ષથી વધુ સમય વીતી ગયો હતો. તેઓ બધી રીતે સુખી હતા પણ શેર માટીની ખોટ હતીની. સંતાન દંપતી ચાર દાયકાથી રાહ જોઈ રયા હતા કે ભગવાન એક દિવસ અમારી આશા પુરી કરશે પણ સમય બહુ વીતી જતા અંતે આ બુજર્ગ દંપતી એ ભુજની એક ખાનગી હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો અને મોટી ઉમર થઈ જતા આ દંપતીને હવે બાળક રહેવું શક્યના હોવાનું તબીબે સલાહ આપી હતી. પણ આ અભણ દંપતી હિંમત હાર્યા વગર ડોક્ટર અને ભગવાન ઉપર પૂરો ભરોસો રાખી વૈજ્ઞાનિક ટેકનોલોજી એવા ટેસ્ટ ટ્યુબ દ્વારા કોરાનાની મહામારી વચ્ચે જીવુંબેન રબારીએ ટીટમેન્ટ શરૂ કરી હતી.

આ ટીટમેન્ટના અંતે જીવુંબેન રબારીએ પુત્રને જન્મ આપતા બુજર્ગ દંપતીના પરિવારમાં ખુશી વ્યાપી ગઈ હતી. 45 વર્ષના લગ્ન જીવનમાં ટેસ્ટ ટ્યુબની ટેકનોલોજીથી પહેલી ટ્રાયએ બાળક રહી ગયું હતું. રાપર તાલુકાના મોમાંય મોરા ગામની નજીક મોરા ગામમાં રબારી સમાજમાં આ સમાચાર સાંભળી કુદરત અને વૈજ્ઞાનિક ટેકનોલોજી ઉપર વિશ્વાસનો પાર રહ્યો ના હતો. 75 વર્ષના માલધારી વાલા ભાઈ રબારી પોતે આ ઉંમરે પિતા બનતા પ્રભુ અને ડોક્ટરનો આભાર માન્યો હતો. તો પુત્રની માતા જીવુંબેન રબારીના ચહેરા ઉપર ખુશી હતી. આ ઉંમરે ભગવાને શેર માટીની ખોટ પુરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો ” રાખી દીધું હતું. ભુજની ખાનગી હોસ્પિટલના ડોક્ટર પાસે આજથી ઘણા વર્ષો પછી આવા મોટી ઉપરના દંપતીને ત્યાં ટેસ્ટ ટ્યુબથી બાળક રહેતા તમામ ટીમની મહેનત રંગ આવી હતી.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ભુજના સ્ત્રી રોગ ડો.નરેશ ભાનુશાલીએ કહ્યું કે બુજર્ગ મહિલાએ આ ઉંમરે બાળકને જન્મ આપવો આવા કિસ્સા બહુ જૂજ જોવા મળતા હોય છે. દંપતીને આ ઉંમરે બાળક રહેવું શક્ય નથી એવું ચોખ્ખું કહેવા છતાંય એમને ભગવાન અને ડોક્ટર ઉપર પૂરો ભરસો હતો. અને આખરે સફળતા મળતા સમગ્ર ટીમ ખુશ થઇ હતી. ડોક્ટરનું આવા નિ:સંતાન દંપતીને કહેવું છે કે લગ્ન પછી અમુક વર્ષો જવા છતાં પણ બાળક ના રહે તો ખોટો સમય ના વેડફી તાત્કાલિક સારવાર લેવી જોઈએ. આ બુજર્ગ મહિલાની ડિલિવરી સીજીરીનથી બાળક જન્મ થયો હતો. ભારત અને વિશ્વમાં આવા અનેક કિસ્સાઓ પ્રકાશમા આવ્યા છે. જેમા આ કિસ્સાનો ઉમેરો થયો છે જે એક ચમત્કાર જ કહી શકાય.

 

આ પણ વાંચો: 16 ઓક્ટોબરથી પર્યટકો માટે ખુલશે બોમ્બે હાઈકોર્ટની ઐતીહાસિક ઈમારત, 2018 માં વર્લ્ડ હેરિટેજ સાઇટ્સની યાદીમાં મળ્યુ હતું સ્થાન

આ પણ વાંચો: સારા સમાચાર : તહેવારોની સીઝનમાં મોટી રાહત, ખાદ્યતેલના ભાવમાં 15 થી 20 રૂપિયાનો ઘટાડો થવાની શક્યતા

Next Article