KUTCH : ભચાઉમાં નેર ગામમાં દલિતો પર હુમલાની ઘટનામાં 7ની ધરપકડ, જીગ્નેશ મેવાણીએ ઘટનાની નિંદા કરી

|

Oct 30, 2021 | 7:05 PM

અનુસૂચિત જાતિના લોકો થયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનાર 6 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા 21 લાખની સહાય ચૂકવાશે. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોને ઝડપી પાડ્યા છે.

કચ્છના ભચાઉ તાલુકાના નેર ગામે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ પર હુમલાની ઘટનાને લઈને પોલીસે 7 લોકોને ઝડપી પાડ્યા છે..પોલીસેનું કહેવુ છે કે ફરિયાદ કરનાર જગાભાઈ ચૂંટણીમાં આજ ગામમાંથી જીત્યા છે… જેથી પોલીસને એવું લાગી રહ્યું છે કે, આ મુદ્દો કોઈ સવર્ણ અને દલિતો વચ્ચેનો નથી.તો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ હુમલાના આરોપને લઇને આંદોલનની જાહેરાત કરી છે..આ તરફ સરકારે પીડિતો માટે સહાયની જાહેરાત કરી છે…ઘટનામાં ભોગ બનનાર દલિત પરિવારના 6 સભ્યોને 21 લાખ રૂપિયાની સહાય અપાશે.

કચ્છમાં દલિત અત્યાચાર મામલે રાજકારણ પણ ગરમાયું છે.કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ આંદોલનની જાહેરાત કરી છે. કહ્યું, કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વરણું ગામે દલિત સમાજની મંડળીની જમીનમાં મંદિર ઉભુ કરવામાં આવ્યું છે.. એ મંદિરમાં દલીત સમાજાના લોકો 1 તારીખે પ્રવેશ કરશે. સરકાર પર ગંભીર આક્ષેપ કરતા જીગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે, સરકારે રાજ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે તકેદારી લેવી જોઈએ પરંતુ સરકાર આ મુદ્દે મોન છે.

તો અનુસૂચિત જાતિના લોકો થયેલા અત્યાચારની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. ભોગ બનનાર 6 વ્યક્તિઓને રાજ્ય સરકાર દ્વારા 21 લાખની સહાય ચૂકવાશે. બીજી તરફ આ ઘટનાને લઈને પોલીસે અત્યાર સુધીમાં સાત લોકોને ઝડપી પાડ્યા છે.એટલું જ નહીં ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો : G-20 Summit: PM મારિયો દ્રાઘીએ ઇટાલીમાં ભેગા થયેલા 20 દેશોના રાષ્ટ્રાધ્યક્ષોનું કર્યું સ્વાગત, આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કરશે વાત

Next Video