કોરોના (Corona)ની સંભવિત ત્રીજી લહેર (third wave)ને પહોંચી વળવા આરોગ્ય વિભાગે (Department of Health) દવાઓનો જથ્થો, હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શન પુરતા પ્રમાણમાં મળી રહે તે રીતની તૈયારીઓ કરી છે.
ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. ત્યારે જે રીતે કોરોનાની બીજી લહેરમાં લોકોને હાલાકી સહન કરવી પડી હતી તેવી હાલાકી સંભવિત ત્રીજી લહેરમાં લોકોને હાલાકી ન પડે તે માટે આરોગ્ય વિભાગ સજ્જ થઇ ગયુ છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા માટે કરેલી તૈયારીઓની માહિતી આપી.
આરોગ્ય વિભાગના એડિશનલ ડાયરેક્ટર (Additional Director of Health Department) ડૉ. નીલમ પટેલે TV9 ગુજરાતી સાથેની વાતચીતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા જે તૈયારીઓ કરાઇ છે તેના વિશે જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, બીજી લહેરમાં પડેલી હાલાકીને પગલે આ વખતે સરકારે પહેલેથી જ વધુ સાવચેતી રાખી છે. તેમણે જણાવ્યુ કે રાજ્યમાં હાલમાં રેમડેસેવીર ઇન્જેક્શનનો 2 લાખથી વધુનો જથ્થો ઉપલબ્ધ છે. ગોડાઉનમાં વધારાના સવા ત્રણ લાખ જેટલા ઇન્જેક્શન ઉપલબ્ધ છે. તેમ છતા પણ હાલાકીન પડે તે માટે ઈન્જેક્શન માટે વધારાનું દોઢ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યુ છે. જે નજીકના સમયમાં જ પૂર્ણ થશે તેમ આરોગ્ય વિભાગના અધિક નિયામકે જણાવ્યુ હતુ.
ભારત સરકારે જે આઠ દવાઓ પર વિશેષ ભાર મુકેલો છે તે તેનો રોજનો જથ્થો પુરતા પ્રમાણમાં રાખેલો હોવાની પણ ડૉ. નીલમ પટેલે માહિતી આપી હતી. રાજ્યની હોસ્પિટલ્સમાં બેડની સ્થિતિ દર્શાવવા મોબાઇલ એપ (Mobile app for Corona Patient) પણ તૈયાર કરાઇ હોવાની તેમણે માહિતી આપી.
મહત્વનું છે કે બીજી લહેરમાં કોરોનાની દવાઓ અને ઇન્જેક્શનના ભાવ વધી ગયા હતા. લોકોએ બહારથી દવાઓ અને ઇન્જેક્શન બમણા કરતા વધુ ભાવમાં ખરીદવા પડતા હતા. તેમ છતા પણ અનેક લોકોને દવાઓનો જથ્થો અને ઇન્જેક્શન મળ્યા ન હતા. ઓક્સિજન મેળવવા માટે પણ લોકોએ લાંબી લાઇનોમાં ઊભા રહેવુ પડતુ હતુ.
આ પણ વાંચોઃ માસ્કના નિયમોનો ભંગ કરતા નેતાઓને ચેતવણી! હર્ષ સંઘવીએ આપ્યું આ નિવેદન, નિયમોને લઈને કહી આ વાત
આ પણ વાંચોઃ Surat : કોરોનાથી બચવા હવે હેલ્થ વર્કરોને પ્રિકોશનનો ત્રીજો ડોઝ પણ અપાશે, 10 જાન્યુઆરીથી પ્રારંભ
Published On - 2:58 pm, Thu, 30 December 21