Breaking News : સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ, વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા આપી નોટિસ

|

Aug 31, 2023 | 2:11 PM

છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદમાં નોટિસ આપવામાં આવી છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા મંદિર ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, પોઇચા સહિતના મંદિરને નોટિસ આપી છે.

Breaking News : સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રનો વિવાદ, વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા આપી નોટિસ
King Of Salangpur temple controversy

Follow us on

King Of Salangpur temple controversy : છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં  આવેલા ભીંત ચિત્રો પર વિવાદ ચાલી રહ્યો છે. ત્યાં આ ભીંતચિત્રને  દૂર કરવા માટે નોટિસઆપવામાં આવી છે. રાજકોટના એડવોકેટ રવિ રાઠોડ દ્વારા મંદિર ટ્રસ્ટને નોટિસ આપવામાં આવી છે. આ સાથે જ તેમણે વિવાદાસ્પદ ચિત્રોને દૂર કરવા સાળંગપુર મંદિર, સ્વામિનારાયણ મંદિર કુંડળધામ, BAPS મંદિર કાલાવડ રોડ, સ્વામિનારાયણ મંદિર વડતાલ, પોઇચા સહિતના મંદિરને નોટિસ આપી છે.

આ પણ વાંચો : Botad : સિદ્ધનાથ ભાજીપાઉં રેસ્ટોરેન્ટમાં બની ચોરીની ઘટનાના CCTV આવ્યા સામે, જૂઓ Video

સાળંગપુર બાદ વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી ની મૂર્તિને લઈ વિવાદ સામે આવ્યો છે. કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં પણ હનુમાનજી ની મૂર્તિ મુકાઈ છે.જે મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠ વર્ણીને ફળાહાર અર્પણ કરતા હોય તેવા એંગલ માં મૂર્તિ મુકાઈ છે.

ગજબ ફાયદા, ચણાના લોટમાં કયું વિટામિન જોવા મળે છે? નિષ્ણાત પાસેથી જાણો
બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા માટે કરો આ ઉપાય
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
Silver Benefits : ચાંદી પહેરવાના છે અનેક સ્વાસ્થ્ય લાભ, જાણી લો
શિયાળામાં ફ્રીજને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ? અહીં જાણો
આ છે ભારતની સૌથી પૈસાદાર અભિનેત્રી, જુઓ ફોટો

વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી ની મૂર્તિને લઈ વિવાદ

સાળંગપુર બાદ કુંડળ ખાતે પણ હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદર કરતા દર્શાવવામાં આવ્યા હોવાનું સામે આવી રહ્યુ છે. કુંડળ ધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલ બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મુકવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. આ મંદિર વડોદરાના કારેલીબાગ સંચાલિત છે.

તો થોડા દિવસ અગાઉ મોરારી બાપુએ પોતાની કથામાં  સાળંગપુર હનુમાનજી મહારાજની મૂર્તિને લઈને સર્જાયેલા વિવાદ પર ટિપ્પણી કરી હતી. જેમાં તેઓએ મૌન ધારણ કરીને બેઠેલા લોકોને મૌન તોડવા માટે અપીલ કરી હતી. તેમની સાથે અનેક સનાતન ધર્મના સાધુ સંતોએ પણ આ બાબતે રોષ વ્યક્ત કર્યો છે.  તો જ્યોર્તિનાથ મહારાજે કાર્યવાહીની માગ કરી છે.

શું છે સમગ્ર ઘટના

બોટાદના સાળંગપુરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમાની નિચે ભિંત ચિત્રોમાં હનુમાનજીને સ્વામીનારાયણ ભગવાનને વંદન કરતા દર્શાવ્યા છે. આમ હનુમાનજી દાદાનુ અપમાન સર્જાયાનો વિરોધ શરુ થયો છે. ભીંત ચિંત્રોની તસ્વીરો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થઈ છે. સાથે જ વિરોધમાં લખાણ પણ લખીને હવે વિરોધ દર્શાવવામાં આવે છે. હનુમાનજીને નિચે દેખાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, એવો વિરોધ વ્યાપ્યો છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 1:22 pm, Thu, 31 August 23

Next Article