ખેડુતો માટે વરસાદ વરસે તો પણ તકલીફ અને ન વરસે તો પણ તકલીફ, સાબરકાંઠા વડાલીનાં ધરોઇ કાંઠા વિસ્તારમાં ભેજ ફુટી નિકળતા ખેતીમાં નુકશાન

|

Sep 19, 2020 | 12:35 PM

સાબરકાંઠા જીલ્લામાં વરસાદ સો ટકાએ પહોંચવા પર છે આમ છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશ મુજબ સારો વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ વરસાદી માહોલ અને ધરોઇ જળાશય ભરાતા તેના કાંઠાના પ્રદેશની ખેતીને માઠી અસર પહોંચી છે. વિસ્તારના ખેડુતો ખેતરમાં ભેજ ફુટી નિકળતા ખેડુતોનો ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે જો વરસાદ વધુ વરસે તો પણ સમસ્યા અને ના […]

ખેડુતો માટે વરસાદ વરસે તો પણ તકલીફ અને ન વરસે તો પણ તકલીફ, સાબરકાંઠા વડાલીનાં ધરોઇ કાંઠા વિસ્તારમાં ભેજ ફુટી નિકળતા ખેતીમાં નુકશાન
https://tv9gujarati.in/kheduto-mate-var…-kheti-ma-nushan/

Follow us on

સાબરકાંઠા જીલ્લામાં વરસાદ સો ટકાએ પહોંચવા પર છે આમ છેલ્લા કેટલાક વર્ષોની સરેરાશ મુજબ સારો વરસાદ વરસ્યો છે, તો બીજી તરફ વરસાદી માહોલ અને ધરોઇ જળાશય ભરાતા તેના કાંઠાના પ્રદેશની ખેતીને માઠી અસર પહોંચી છે. વિસ્તારના ખેડુતો ખેતરમાં ભેજ ફુટી નિકળતા ખેડુતોનો ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે

જો વરસાદ વધુ વરસે તો પણ સમસ્યા અને ના વરસે તો પણ સમસ્યા આવી તકલીફ વેઠી રહ્યા છે સાબરકાંઠા જીલ્લાના વડાલી તાલુકાના પશ્વિમી વિસ્તારના ખેડુતો. આ વિસ્તારના ખેડુતો ની મોટા ભાગની જમીન ધરોઇ જળાશયના ડાબા કાંઠાના ઉપરવાસના વિસ્તાર તરીકે માનવમાં આવે છે. આ વિસ્તારના ખેડુતોને ખેતી કરવી જાણે કે વરસાદી સિઝનમાં હાલ મુશ્કેલ થઇ પડી છે. ગત સપ્તાહ દરમ્યાન વરસેલા સતત વરસાદને લઇને વિસ્તારના ખેડુતો પરેશાન બન્યા છે. અહી જમીનમાં બેજનુ પ્રમાણ વધી જવાને લઇને વિસ્તારમાં તૈયાર થયેલો ઉભો પાક હવે સુકાવા લાગ્યો છે. આમ તો પાક સામાન્ય રીતે પાણી વિના સુકાતો હોય છે પરંતુ ઉલ્ટાનુ અહી તો પાણીનુ પ્રમાણ જ જમીનમાં વધી જવાથી પાકના મુળીયા કોહવાઇ જતા સુકાવા લાગ્યો છે. જેને લઇને વિસ્તારના સોયાબીન, તુવેર, મગફળી અને કપાસ અને શાકભાજીનુ ઉત્પાદન કરતા ખેડુતો માટે જાણે માથે આફત આવી છે

એક રીતે ખેડુતોના હિતમા વરસાદ વરસે તે માટે ખેડુતો સદાય પ્રાર્થના કરતા હોય છે. અને એટલે જ વડાલીના પશ્વીમ કાંઠાના ગામડાઓની નજીકમાં રહેલા ધરોઇ જળાશય તેની ૬૨૧ ફુટની સપાટી એ પહોંચ્યો છે પરંતુ તેને લઇને કાંઠા ના વિસ્તારના ગામડાઓને વરસાદ અને જળાશયના પાણીનો ભેજ બંને ભેગા થવાને લઇને વિસ્તારમાં ખેતીને અસર પહોંચી છે. 

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

વિસ્તારના ખેડુતો પણ જોકે હવે પોતાને પાક ગુમાવવાને લઇને પરેશાન છે. વિસ્તારના નાદરી, ભંડવાલ, કુબાધરોલ અને કંપા તેમજ ધામડી સહીતના વિસ્તારના ગામડાઓના ખેડુતો પરેશાન બન્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:10 am, Mon, 7 September 20

Next Article