Nadiad : વિઘ્નહર્તાના આગમનની તૈયારીમાં જ વિઘ્ન ! ગણેશ પંડાલમાં ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે ના મોત

|

Aug 31, 2022 | 9:06 AM

નડિયાદમાં ગણેશ પંડાલમાં (Ganesh pandal) તાડપત્રી લગાવતી વખતે 11 કેવીનો વાયર માથાના ભાગે અડી જતા આ ઘટના બની હતી.

Nadiad : વિઘ્નહર્તાના આગમનની તૈયારીમાં જ વિઘ્ન ! ગણેશ પંડાલમાં ત્રણ યુવકોને લાગ્યો કરંટ, બે ના મોત
Ganesh pandal

Follow us on

આજે સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીનો (Ganesh Chaturthi) ધાર્મિક પર્વની  ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ગણેશજીને આવકારવા લોકો અગાઉથી જ તૈયારી શરૂ કરી દેતા હોય છે. જો કે નડિયાદમાં વિધ્નહર્તાની આગમનની તૈયારીમાં જ વિધ્ન નડ્યુ છે. ગણેશ પંડાલમાં (Ganesha pandal) તાડપત્રી લગાવતી વખતે ત્રણ યુવકોને કરંટ (electrocution) લાગ્યો હતો, જેમાં બે યુવકના મોત થયા છે. જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.

11 KV નો વાયર માથાના ભાગે અડી જતા દૂર્ઘટના ઘટી

મહત્વનું છે કેનડિયાદના પીજ રોડ ગીતાંજલી ચોકડી નજીક આવેલ સાર્વજનિક ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. ગણેશ પંડાલમાં તાડપત્રી લગાવતી વખતે 11 કેવીનો વાયર માથાના ભાગે અડી જતા આ ઘટના બની હતી. બન્ને યુવકના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં (Nadiad civil hospital)  પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ગણેશ પર્વે માં ગુજરાત સહિત દેશભરમાં શ્રદ્ધાળુઓ ભગવાન ગણેશની સ્થાપના કરે છે પોતાના ઘર શહેર નગર શેરી દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી આ વર્ષે અનંત ચતુર્દશી 9 સપ્ટેમ્બર શુક્રવારે રહેશે જે દિવસે આખરી વિસર્જન કરાશે.

ભક્તો માટીના ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ કહેવાય છે કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે ભક્તો દ્વારા ગણેશ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં, નગરમાં કે ગામમાં સ્થાપના કરીને આશીર્વાદ મેળવવામાં આવે છે.

 

Published On - 9:05 am, Wed, 31 August 22

Next Article